અભિવ્યક્તિની સ્વતંત્રતા કાયદાનાં ભોગે નહી : દિલ્હી કમિશ્નર

નવી દિલ્હી : વિદ્યાર્થીઓ પર પોલીસની કથિત ક્રુર કાર્યવાહીની વિરુદ્ધ મંગળવારે અહીં પોલીસ મુખ્યમથકની બહાર થયેલા વિરોધ પ્રદર્શનનાં પ્રસંગે દિલ્હી પોલીસ આયુક્ત બી.એસ બસ્સીએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હક દરેકને છે પરંતુ કાનુન વ્યસ્થાનાં ભોગે નહી. બસ્સીએ ગત્ત શનિવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંધનાં મુખ્યમથકની બહાર પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કથિત રીતે ક્રુર રીતે મારવાના સવાલ બાદ પત્રકારોને જવાબ આપ્યો હતો.
બસ્સીએ જણાવ્યું કે શાંતિપુર્ણ પ્રદર્શનનો મૌલિક અધિકાર દરેક નાગરિકને છે. પરંતુ આ અધિકારની સાથે અમુક જવાબદારીઓ પણ આવતી હોય છે. જેનું ધ્યાન રાખવું જોઇએ. પ્રદર્શન દરમિયાન કાંઇ પણ તોફાન ન થવું જોઇએ. જેનાં કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા અનુસાર કોઇ પણ વિસ્તાર અથવા કોઇ ઘરણા પ્રદર્શન કરવામાં આવે છે તો તેની પૂર્વાનુમતિ તે વિસ્તારનાં પોલીસ ઉપાયુક્ત પાસેથી લેવી જરૂરી છે. પોલીસ ઉપાયુક્તોને કાયદો અને વ્યવસ્થા દ્વારા શું યોગ્ય છે તે જોવાનું તેમનું કામ છે.આ અધિકાર પર સવાલ ઉઠાવવા ક્યારે પણ યોગ્ય નથી.
બસ્સીએ શનિવારની ઘટનામાં પોલીસની વિવાદિત ભુમિકા અંગે કહ્યું કે પોલીસ પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસે કોઇ પણ વિદ્યાર્થીઓને ક્રુર રીતે માર્યા નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને શનિવારે વિરોધ પ્રદર્શન માટે જે સમય આપવામાં આવ્યો હતો તેઓ વહેલા જ પહોંચી ગયા હતા અને પ્રતિબંધિત વિસ્તારમાં પરાણે ઘુસવાનાં પ્રયાસો કરી રહ્યા હતા. તેમ છતા પણ લોકો અને મીડિયાએ કાગરોળ મચાવી છે તો તેની તપાસ માટેનાં આદેશો આપી દેવાયા છે.

You might also like