દિલ્હીમાં એક કલાક પાર્કિંગનો ચાર્જ અધધધ…૧૦૦૦ રૂપિયા થઈ શકે!

નવી દિલ્હી, શુક્રવાર
સદરબજાર, પહાડગંજ, કરોલબાગ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં હવે કાર કે સ્કૂટરથી જવું લોકોને મોંઘુંંંંંંંંં પડશે. અા બજારોમાં ભીડ અને ટ્રાફિક જામની સમસ્યાને ખતમ કરવા માટે નોર્થ એમસીડીઅે ડીકંન્જેશન ચાર્જ વસૂલ કરવાનો પ્લાન કર્યો છે. અધિકારીઅોનું કહેવું છે કે અા પ્લાનને અમલમાં લાવવા માટે ટ્રાન્સફર ડિપાર્ટમેન્ટને ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસી પ્લાનમાં સામેલ કરવાનો અાઈડિયા પણ નોર્થ એમસીડીઅે મોકલ્યો છે.
ડીકંન્જેશન ચાર્જ સામાન્ય પાર્કિંગ ચાર્જની તુલનામાં કેટલાયે ઘણો હશે. કોઈ ખાસ દિવસ હોય તો અા જગ્યાઅો પર ભીડ ભાડ વધુ હોય છે તો એક કલાકનો ચાર્જ ૧૦૦૦ રૂપિયા પણ હોઈ શકે છે.
નોર્થ એમસીડી કમિશનર પ્રવીણકુમારના જણાવ્યા અનુસાર અે પહેલાં પણ સદરબજાર, પહાડગંજ અને કરોલબાગ જેવાં બજારોમાં ભીડ ભાડ અને તેની અાસપાસ સ્થિત રસ્તાઅો પર ટ્રાફિક જામ ખતમ કરવા માટે ડીકંન્જેશન ચાર્જનો પ્લાન બનાવ્યો હતો પરંતુ પ્રસ્તાવ પાસ ન થવાના કારણે અા પ્લાનને અાગળ લાગુ ન કરી શકાયો પરંતુ હવે ફરી અા પ્લાનને રિવાઈઝ કરાયો છે.
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને પાર્કિંગની નવી પોલિસી ડ્રાફ્ટ કરી છે તેમાં ડીકંન્જેશન પ્લાનને સામેલ કરવા માટે ડિપાર્ટમેન્ટને સલાહ અપાઈ છે. જો નવી પોલિસીમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અા સલાહોને સામેલ કરી દે છે તો અા બજારોમાં ગાડીઅો, સ્કૂટર અને મોટર સાઈકલથી આવનારા સામાન્ય પાર્કિંગની તુલનામાં કેટલાયે ઘણો ડીકંન્જેશન ચાર્જ અાપવો પડશે.
એમસીડી કમિશનરના જણાવ્યા અનુસાર કાર, સ્કૂટર અને મોટર સાઈકલ માટે એક કલાકનો ડીકંન્જેશન ચાર્જ સામાન્ય પાર્કિંગની તુલનામાં પાંચ ઘણો હશે પરંતુ કોઈ ખાસ સ્થિતિમાં જો અા બજારોમાં ભીડ સામાન્ય દિવસોની તુલનામાં વધુ હશે તો શક્ય છે કે એક કલાકનો ૧૦૦૦ રૂપિયા ચાર્જ પણ લગાવવામાં અાવે.

You might also like