એર પોલ્યુશન બાદ પ્લાસ્ટિકના પ્રદૂષણમાં પણ દિલ્હી નંબર વન

નવી દિલ્હી: દેશમાં સૌથી વધુ પ્લાસ્ટિકનો કચરો દિલ્હીમાં જનરેટ થાય છે. આમ તો દુનિયાભરમાં પ્લાસ્ટિકનો કચરો સમસ્યા બની ચૂક્યો છે. સીપીસીબીના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ભારતનાં ‌િટયર-૧ અને ‌િટયર-રનાં ૬૦ શહેરમાંથી રોજ ૪૦પ૯ ટન પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે. સમગ્ર વિશ્વમાં એક દિવસમાં લગભગ રપ,૯૪૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે.

ર૦૧પમાં થયેલા આ અભ્યાસમાં દિલ્હીમાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થવાની વાત સામે આવી હતી. દિલ્હીમાં રોજ ૬૮૯.પર ટન પ્લાસ્ટિક વેસ્ટ આવે છે અને તેમાં બીજા નંબર પર ચેન્નઇ (૪ર૯.૩૬ ટન), ત્રીજા નંબરે મુંબઇ (૪૦૮.ર૭ ટન), બેંગલુરુ (૩૧૩.૮૭ ટન) અને હૈદરાબાદમાં (૧૧૯.૩૩ ટન) પ્લાસ્ટિક વેસ્ટ રોજ જનરેટ થાય છે.

સૌથી ઓછું પ્લાસ્ટિક જનરેટ કરનારાં શહેરોમાં કવરત્તી સામેલ છે. અહીં રોજ માત્ર ૦.૩૪ ટન પ્લાસ્ટિક જનરેટ થાય છે. વિવિધ રિપોર્ટ મુજબ પ્લાસ્ટિક વેસ્ટમાં સૌથી મોટું યોગદાન પ્લાસ્ટિક બોટલનું છે.

સ્લમ એરિયા માટે પ્લાસ્ટિક વેસ્ટ મુસીબત બને છે. પ્લાસ્ટિકના પ્રદૂષણથી એરપોર્ટ અને રેલવે સ્ટેશન પણ બચી શકયાં નથી.

એક અભ્યાસ મુજબ દિલ્હીનાં સૌથી મોટાં ત્રણ રેલવે સ્ટેશન પર ૬,૭પ૮ કિલો પ્લાસ્ટિક વેસ્ટ આવે છે. જ્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેેશનલ એરપોર્ટ પર દરરોજ ૩,૬૬ર કિલો પ્લાસ્ટિક વેસ્ટ આવી રહ્યો છે.

You might also like