દિલ્હી એનસીઆરમાં ભૂકંપ, તિવ્રતા 5.0 રિક્ટર સ્કેલ

નવી દિલ્હીઃ  શુક્રવારે સવારે લગભગ 4.25 વાગે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. મળતી માહિતી મુજબ યૂપીમાં શામલી, હરિયાણાના જીંદ અને રોહત સુધી ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા.

દિલ્હી એનસીઆર સહિત હરિયાણા અને પશ્ચીમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. 5.0 રિક્ટર સેક્લની તીવ્રતાના ભૂકંપના ઝટકા હતા. જેનું કેન્દ્ર બિંદુ હરિયાણાના ગોહાનામાં જમીનથી 10 કીમી નીચે જોવા મળ્યું છે. જોકે હજી સુધી કોઇ જ નુકશાનના સમાચાર સામે આવ્યાં નથી.

http://sambhaavnews.com/

You might also like