દિલ્હી NCRમાં પ્રથમ માતૃ મિલ્ક બેન્કનો આરંભ

નવી દિલ્હી:  દેશમાં હજુ પણ ૬૦ ટકા બાળકોને જન્મ બાદના શરૂઆતના દિવસોમાં માતાનું દૂધ મળતું નથી. ત્યારે આવા બાળકોને દૂધની સુવિધા મળી રહે તે માટે દિલ્હી અેનસીઆરમાં પ્રથમ માતૃ મિલ્ક બેન્કનો આરંભ કરવામાં આવ્યો છે.

જેને અમારા મિલ્ક બેન્ક નામ આપવામાં આવ્યું છે. આ મિલ્ક બેન્કમાથી પ્રિ-મેચ્યોર બાળકો અને જે મહિલા સ્તનપાન કરાવવામાં સક્ષમ નથી તેવી મહિલાઓ તેમના બાળક માટે દૂધ મગાવી શકશે. તેમજ ડિલિવરી બાદ કોઈપણ સ્વસ્થ મહિલા સ્વેચ્છાઅે આ મિલ્ક બેન્કમાં દૂધનું દાન કરી શકશે. આમ તો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની એચઆઈવી, હિપેટાઈટિસ બી અને સીની તપાસ કરવામાં આવે છે. તેથી દૂધનું દાન કરતી વખતે આવી તપાસ ફરીથી કરવાની જરૂર નથી રહેતી. પરંતુ જે મહિલાઓની આવી તપાસ થઈ નથી. તેમની તપાસ બાદ તેમની પાસેથી દૂધ દાનમાં લેવામાં આવશેે.

You might also like