૫૦ હજાર રૂપિયામાં ખરીદાયેલી ટીનેજર ૧૭મા માળના ફ્લેટના ટોઈલેટમાંથી ભાગી

નવી દિલ્હી: દિલ્હીની એક મહિલા પાસેથી ૧૪ વર્ષની ટીનેજરને મુંબઈના મલાડમાં રહેતી ૫૬ વર્ષની રેખા સિંહ અને તેની ૩૫ વર્ષની પુત્રી રેશમાઅે દિલ્હીની ૪૫ વર્ષની મંજુ શાહની પાસેથી ૫૦ હજાર રૂપિયામાં ખરીદી હતી. ૧૪ વર્ષની ટીનેજરને મંજુ શાહની મુંબઈમાં નોકરી અપાવવાના બહાને દિલ્હીથી મુંબઈ લઈ અાવી અને અહીં તેણે ૫૦ હજાર રૂપિયામાં રેખા સિંહને વેચી દીધી.

રેખા સિંહ તેની પાસે ઘરના બધા કામ કરાવવા ઉપરાંત શારીરિક ત્રાસ અાપતી. પરિવારના ત્રાસથી કંટાળીને ટીનેજર જોબ છોડવા ઇચ્છતી હતી. પરંતુ તેણે બેડરૂમમાં પૂરી રાખવામાં અાવતી અને ક્યાંય પણ બહાર જવા દેવાતી નહીં. તેણે મુંબઈ લઈ અાવ્યાના ૧૫ દિવસ બાદ ટીનેજર બિલ્ડિંગના ૧૭મા માળના ફ્લેટના ટોઈલેટની બારીમાંથી ભાગી જવામાં સફળ રહી અને ૧૬મા માળની બાલ્કનીમાં ઊતરી ગઈ. લિફ્ટથી નીચે ઊતરીને ભાગી ગઈ.

ટીનેજરને ટાવરમાં શાકભાજી વેચતી એક મહિલાઅે મદદ કરી. સિક્યોરિટી ગાર્ડ અને ટાવરના રહેવાસીઅોની મદદથી પોલીસને જાણ કરી અને ટીનેજરને મલાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં અાવી. ટીનેજર ગંભીર રીતે ઘાયલ છે. તે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટીનેજરને મદદ કરનારી શાકભાજી વેચતી ૨૯ વર્ષની દીપિકા ચાંદેલડકેર પોલીસને જણાવ્યું કે સાંજે ૭ વાગ્યાની અાસપાસ તે મારી પાસે અાવી. તે ખૂબ જ ડરેલી અને ઇજાગ્રસ્ત હતી. તેણે મને કહ્યું કે મને બચાવી લો નહીંતર તેઅો મને મારી નાંખશે. તેણે મને અાખી વાત કહી. તરત જ મેં સિક્યોરિટી અને ટાવરમાં રહેતા કેટલાક લોકોને બોલાવ્યા. અા લોકો ટીનેજર વિશે જાણ્યું અને તેને મદદ કરવા તૈયાર થયા. અમે પોલીસને જાણ કરી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અારોપીઅો સહિત ટીનેજરને પણ પોલીસ સ્ટેશન લઈ ગઈ. હું પણ સ્ટેટમેન્ટ અાપવા માટે ગઈ. ટીનેજરે જણાવ્યું કે રેખા અને તેના પુત્ર-પુત્રી મારી પર હાથ પણ ઉપાડતા હતા. તેઅો મને શારીરિક અને માનસિક ત્રાસ અાપતા. તેમના ઘરમાં ૧૦ વર્ષનો એક છોકરો પણ કામ કરે છે જેણે મને ઘરેથી ભાગી જવાની સલાહ અાપી. તે ૧૦ વર્ષના છોકરાઅે અગાઉ ભાગવાની કોશિશ કરી હતી પરંતુ તે નિષ્ફળ રહેતા તેણે ખૂબ જ માર મરાયો હતો. અા ડરથી તે હવે ભાગવાની કોશિશ કરતો નથી.

મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે અમે પાંચ અારોપીઅો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં ત્રણ મહિલાઅોની ધરપકડ થઈ છે. હજુ વધુ અારોપીઅોની ધરપકડ થશે.

You might also like