એપ્લીકેશન આધારિત સર્વિસ વિરુદ્ધ ઓટો-ટેક્સી યૂનિયનની હડતાળ

નવી દિલ્હી: દિલ્હીમાં મંગળવારે ટેક્સી સેવાના વિરોધમાં ગતિબ્રેક લાગ્યો છે. એપ આધારિત ટેક્સી સેવાના વિરોધમાં 20થી વધારે ઓટો ટેક્સી યૂનિયન હડતાલ પર છે. સવારથી જ દિલ્હીના મિંટો રોડ પર હજારો રીક્ષા ઊભી કરી દેવામાં આવી છે.

ઓટો યૂનિયને આ પહેલા સોમવારે એપ્લીકેશન આધારિત ટેક્સી સેવા બંધ કરવાને લઇને પ્રદર્શન કર્યું અને મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતાં. રીક્ષા ચાલકોનું કહેવું છે કે તેમની પર રોજીરોટી માટે મુશ્કેલી ઉત્પન્ન થઇ ગઇ છે. ચાલકોનું કહેવું છે કે આનાથી મોટી કંપનીઓને તો લાભ મળે છે, પરંતુ તેમને મીટરથી ચલાવવું પણ ભારે પડી રહ્યું છે.

20થી વધારે ઓટો ટેક્સી યૂનિયનની હડતાળથી દિલ્હીના લોકોને મુશ્કલીનો સામનો કરવો પડ્યો છે. એક અંદાજ પ્રમાણે હડતાળથી આશરે 90 હજાર ઓટો અને ટેકસી રસ્તા પર દોડશે નહીં.

ઓટો ટેક્સીના જોઇન્ટ કમિટી અધ્યક્ષ રાજેન્દ્ર સોનીએ કેજરીવાલ સરકાર પર કપટનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે,’મને આશ્વાસન આપવામાં આવ્યું, તેમ છતાં અમારી માંગણી પૂરી કરવામાં આવી નથી. આ હડતાળ સતત રહેશે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. ઓટો ટેક્સી યૂનિયને પંજાબમાં પણ કેજરીવાલ સરકાર વિરુદ્ધ પ્રચારનું એલાન કરશે.’

મોટી સંખ્યામાં ટેક્સી ઓટો રસ્તા પર ચાલતી ન હોવાને કારણે મેટ્રો ટ્રેન અને ડીટીસી બસોમાં મંગળવારે ભારે ભીડ જોવા મળી હતી.

You might also like