દિલ્હી મેટ્રોમાં ૧૫ કિલોથી વધુ વજનની બેગ સાથે ટ્રાવેલ કરી શકાશે નહીં

નવી દિલ્હી: દિલ્હીમાં મેટ્રો ટ્રાવેલ દરમિયાન હવે વજનદાર અને ઓવરસાઈઝ બેગ લઈ જવા પર ટૂંક સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. અહેવાલો અનુસાર ૨૦ માર્ચથી આ યોજનાનો અમલ કરવામાં આવી શકે છે. ૧૫ કિલોથી વધુ વજન ધરાવનાર પ્રવાસીઓને નવી દિલ્હી સહિત કેટલાક ખાસ મેટ્રો સ્ટેશન પર ઓવરસાઈઝ બેગને કારણે પ્રવાસ કરવા દેવામાં આવશે નહીં.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (ડીએમઆરસી) તાજેતરમાં જ કેટલાંક સ્ટેશન પર બેગ તપાસવા માટે લગાવેલ એક્સરે મશીન નજીક યુ આકારના મેટલ બેરિયર લગાવવામાં આવ્યા છે. પાંચ મેટ્રો સ્ટેશનો બારાખમ્ભા, આનંદ વિહાર, ચાંદની ચોક, કાશ્મીરી ગેટ અને શાહદરા સ્ટેશન પર મોટી સાઈઝના લગેજ એક્સરે મશીનની અંદર લઈ જઈ શકાતા નથી.

માર્ચથી (ડીએમઆરસી) ઓવરસાઈઝ લગેજ પર પ્રતિબંધ ધરાવતાં સ્ટેશનોની સંખ્યા વધારશે. આ સ્ટેશનોમાં આદર્શનગર, આઝાદપુર, બદરપુર, કરોલબાગ, લાલ કિલ્લા, બોટનિકલ ગાર્ડન, ચાવડી બજાર, દિલશાદ ગાર્ડન, ગોવિંદપુર, હુડા સિટી સેન્ટર, ઈન્દ્રલોક, નાગલોઈ, આર.કે. આશ્રમ માર્ગ, રિઠાલા અને નવી દિલ્હીને આવરી લેવાશે.

ડીએમઆરસીના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે ડીએમઆરસી ઓપરેશન્સ અને મેઈન્ટેન્સ એક્ટ હેઠળ આવું કરવામાં આવી રહ્યું છે કે જેથી બેગની સાઈઝના નિયમોનું પાલન કરી શકાય. આ ઉપરાંત સીઆઈએસએફના ઈનપુટના આધારે પણ તેને લાગુ પાડી શકાય.

You might also like