દિલ્હી મેટ્રોમાં વૃદ્ધ સાથે દૂરવ્યવહાર, કહ્યું જતા રહો પાકિસ્તાન

નવી દિલ્હીઃ દિલ્હીની શાન એવી દિલ્હી મેટ્રોમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મેટ્રોમાં મુસાફરી દરમ્યાન એક યુવકે મુસલમાન વૃદ્ધ વ્યક્તિને સીટ ન મળવા પર કહ્યું જાવ પાકિસ્તાન ચાલ્યા જાવ સાથે વૃદ્ધ સાથે દૂરવ્યવહાર પણ કર્યો. આ દરમ્યાન ત્યાં હાજર લોકોએ વડિલની મદદ કરી. સાથે જ ત્યાં હાજર AICCTUના નેશનલ સેક્રેટરી સંતોષ રોયે પણ આ મામલેને સોલ્વ કરવામાં મદદ કરી હતી.

આ મામલો મહિલા અધિકાર કાર્યકર્તા કવિતા કૃષ્ણને પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા શેર કર્યો હતો. પોસ્ટમાં કવિતાએ લખ્યું હતું કે યુવાનોએ વડિલ સાથે દૂર વ્યવહાર કર્યો અને તેમના કપડાની પણ મજાક ઉડાવી પોસ્ટમાં તેમણે લખ્યું છે કે જ્યારે રોયે યુવાનોને વડિલની માંફી માંગવાની કહી તો તેમણે ના પાડી દીધી અને કહ્યું કે જાઓ પાકિસ્તાન ચાલ્યા જાવ.

ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન પાસે ગાર્ડ આવ્યો અને આ મામલે ફરિયાદ દાખલ કરી છે. કવિતાએ પોસ્ટમાં લખ્યું છે કે વડિલે બંને યુવકોની માંફીને સ્વિકારી છે અને આગળથી આ રીતની ભૂલ ન કરવા અનુરોધ કર્યો છે. દિલ્હી મેટ્રોમાં અનેક વખત આ રીતના દૂરવ્યવહારના કિસ્સા સામે આવ્યાં છે. આ સાથે જ ધર્મ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like