દિલ્હી મેટ્રોમાં 91% ખિસ્સા કાતરું મહિલાઓ

નવી દિલ્હી: રાજધાનીમાં ચાલતી દિલ્હી મેટ્રો રેલ નેટવર્કમાં પાકિટ ચોરીના આરોપમાં સીઆઇએસએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 91 ટકા મહિલાઓ છે. સત્તાવાર આંકડા અનુસાર, દિલ્હી મેટ્રો નેટવર્કને હથિયારબંધ સુરક્ષા પૂરી પાડનાર બળે આ વર્ષે કુલ 479 પાકિટ ચોરની ધરપકડ કરી છે જેમાંથી 438 મહિલાઓ છે. ડિસેમ્બર મધ્ય સુધીમાં અભ્યાસ કરવામાં આવેલા પૂરા વર્ષના આંકડા અનુસાર દિલ્હીની લાઇફ ાલઇન બની ચુકેલી મેટ્રો રેલમાં સુરક્ષા દળોએ ખિસ્સા કાતરું વિરુદ્ધ 100 થી વધારે અભિયાન ચલાવ્યા. દિલ્હી મેટ્રો રેલમાં દરરોજ આશરે 26 લાખ યાત્રી સફર કરે છે. એવું નથી કે પહેલી વખત ધરપકડ ખિસ્સા કાતરુંમાં મહિલાઓની સંખ્યા આટલી વધારે છે. છેલ્લા ઘણા સમયથી આવી જ પરિસ્થિતિ છે.

કેન્દ્રીય ઔઘોગિક સુરક્ષા દળ અભિયાન દરમિયાન ધરપકડ કરવામાં આવેલ આ ખિસ્સા કાતરુંઓની આગળની કાર્યવાહી માટે દિસ્હી પોલીસને સોંપી દેવામાં આવે છે. તાજેતરમાં જ સીઆઇએસએફએ આવી મહિલાઓની એક ગેંગને પકડી હતી જેને દિલ્હી મેટ્રોમાં પતિની સાથે યાત્રા કરી રહેલી ભારતીય અને અમેરિકાની મહિલાના ઘરેણાં અને અન્ય કિમતી સામાન લૂટ્યાં હતાં.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘દિલ્હી મેટ્રોમાં ખિસ્સા કાતરુંના આરોપમાં સમાવેશ લોકામાં 91 ટકાથી વધારે મહિલાઓ છે.’ તેમણે કહ્યું, ‘એવું જાણવા મળ્યું છે કે આ મહિલાઓ બાળકો સાથે સમૂહમાં ચાલે છે અને મહિલાઓ અને પુરુષોના પર્સનો કિમતી સામાન ચોરી કરી લે છે.’ ગત વર્ષે ધરપકડ કરવામાં આવેલ ખિસ્સા કાતરુંમાં 93 ટકા મહિલાઓ હતી.

You might also like