દિલ્હી MCD પેટાચૂંટણીમાં આપ-5, કોંગ્રેસને ૪, ભાજપને ત્રણ બેઠક

નવી દિલ્હી: દિલ્હી નગર નિગમના (એમસીડી) ૧૩ વોર્ડ માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ૧૦ બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટીને પાંચ, ભાજપને ત્રણ, કોંગ્રેસને ૪ બેઠક અને અપક્ષને એક બેઠક મળી છે. કોંગ્રેસે વાપસી કરીને ઝિલમિલ સીટ પર કબજો જમાવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર પંકજે ભાજપના જિતેન્દ્રસિંહ શંટીને હાર આપી છે.

જ્યારે ભાજપ વોર્ડ નં ૨ વિજય હાંસલ કર્યો છે. કોંગ્રેસના નવાદાની બેઠક પર ભાજપના ઉમેદવાર કૃષ્ણ ગેહલોત અને શાલીમાર બાગ નોર્થ વોર્ડની બેઠક પર ભૂપિન્દર મોહન ભંડારીએ બાજી મારી છે. ગેહલોત ૪,૮૪૩ વોટથી વિજયી થયા છે. નવાદાની બેઠક પરથી ભાજપના કૃષ્ણ ગેહલોતે પોતાના હરીફ ઉમેદવારને ૪૮૪૩ મતથી હાર આપી છે. જ્યારે શાલીમાર બાગ નોર્થની બેઠક પર ભાજપના ઉમેદવાર બી. એમ. ભંડારીનો ૧૪૫૧ મતથી વિજય થયો છે. ઝિલમિલ વોર્ડની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પંકજ લુથરાએ ૨૪૧૯ મતોની સરસાઈથી વિજય પ્રાપ્ત કર્યો છે. વજીરપુર વોર્ડની બેઠકથી ભાજપના મહેન્દ્ર નાગપાલે પોતાના ‘આપ’ના હરીફ સચીન સિંઘલને ૩૬૦૮ મતથી હાર આપી છે.

મુનિરકાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર યોગિતા રાઠીએ ‘આપ’ના ઉમેદવાર સુનીતા ટોક્સને ૭૭૦ વોટ્સથી હાર આપી છે. તેહ ખંડની બેઠક પર ‘આપ’ના ઉમેદવાર અભિષેક વિધૂરીએ જીત હાંસલ કરી છે. મટિયાલા બેઠક પર ‘આપ’ના ઉમેદવાર રમેશ જીતેનો વિજય થયો છે.

You might also like