રાષ્ટ્રપતિએ કર્યું નજીબ જંગનું રાજીનામું મંજૂર, અનિલ બૈજલ બની શકે છે દિલ્લીના નવા LG

નવી દિલ્લી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્લીના ઉપરાજ્યપાલ પાસેથી નજીબ જંગનું રાજીનામું મંજૂર કરી લીધું છે. આ પદ માટે અનિલ બૈજલના નામની ભલામણ કરવામાં આવી છે. જણાવી દીઈએ કે 22 ડિસેમ્બર ગુરુવારના દિવસે નજીબ જંગે અચાનક જ દિલ્લીના ઉપરાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી આજે 28 ડિસેમ્બર 2016ના રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે.

દિલ્લીના એલજી પદ માટે નજીબ જંગના રાજીનામા પછી હવે નવા નામ માટે અનિલ બૈજલના નામની ભલામણ કરવામાં આવી રહી છે. વાજપેયી સરકારમાં ગૃહ સચિવ રહી ચૂકેલા અનિલ બૈજલ 1969 બેચના આઈએએસ અધિકારી છે. દિલ્લીમાં ડીડીએના વાઇસ ચેરમેન તેઓ રહી ચૂક્યા છે. આ સિવાય પ્રસાર ભારતીમાં સીઈઓ પણ તેઓ રહી ચૂક્યા છે. 2006માં શહેરી વિકાસ સચિવ પદ પરથી રિટાયર્ડ થયા હતા.

નજીબ જંગે રાજીનામું આપવું પડ્યું એની પાછળ કેજરીવાલ સાથેના તીખા સંબંધોને કારણ ગણવામાં આવી રહ્યું છે. તેમના રાજીનામાને લઈને ઉપરાજ્યપાલ કાર્યાલયે નિવેદન જાહેર કર્યું છે, જેમાં નજીબને ફરીથી શિક્ષણ ક્ષેત્રમાં પાછા ફરવાની વાત કહી હતી.

You might also like