દિલ્હી-કાઠમાંડૂ વિમાનમાં બોમ્બની ધમકી

નવી દિલ્હી: દિલ્હી-કાઠમાંડૂ જેટ એરવેઝ વિમાનને રવિવારે ધમકીભર્યો કોલ મળ્યો હતો. સૂચના બાદ વિમાનને કાઠમાંડૂ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું. વિમાનમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી.

ફ્લાઇટ 9W 260 દિલ્હી-કાઠમાંડૂ વિમાનને સિક્યોરિટી એલર્ટ મળ્યું હતું. ફ્લાઇટમાં 161 મુસાફરો અને 7 ક્રૂ મેંબર હતા. બધાને સુરક્ષિત કાઠમાંડૂ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા છે. લોકલ સુરક્ષા એજન્સી દ્વારા વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીના એક સ્થાનિક હોટલને લગભગ અડધો ડઝન વિમાનોમાં બોમ્બ મૂક્યા હોવાની સૂચના મળ્યા બાદ ઇન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે બીટીએસી હાલમાં તપાસ કરી રહી છે કે શું ફોન વિશિષ્ટ હતો કે નહી. તેમણે જણાવ્યું કે હાલમાં આઇજીઆઇએ પર વિમાન સંચાલન સંપૂર્ણપણે સામાન્ય છે.

સૂત્રએ જણાવ્યું હતું કે ફોન કરનાર અજ્ઞાત વ્યક્તિએ જે વિમાનોનો ઉલ્લેખ કર્યો તેમાંથી કેટલાક વિમાન છે જ નહી.

સૂત્રએ જણાવ્યું કે ‘પશ્વિમ વિહાર (પશ્વિમ દિલ્હી)ના એક હોટલને બપોરે લગભગ ત્રણ વાગે ફોન કરવામાં આવ્યો જેમાં અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું કે છ વિમાનોમાં બોમ્બ રાખવામાં અવ્યો છે જેમાં જેટ એરવેઝનું એક વિમાન પણ સામેલ છે. સૂત્રએ કહ્યું કે સૂચનાને સીઆઇએસએફ અને દિલ્હી પોલીસ સહિત સંબંધિત સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી હતી.

તેમણે કહ્યું કે ‘બીટીએસીની બેઠક ચાલી રહી છે જેમાં તપાસ કરવામાં આવશે કે આ વિશિષ્ટ છે કે નહી. ગત એક અઠવાડિયામાં વિભિન્ન એરલાઇન્સને આવા કોલ મળ્યા છે જેમાં દેશના વિભિન્ન એરપોર્ટ પર સંચાલન પર અસર પડે છે.

You might also like