મહાત્મા ગાંધીજીની સમાધિ પર દાન પાત્ર મૂકવા મામલે HCનો ઠપકો

હાઇકોર્ટે મહાત્મા ગાંધીજીની સમાધિ રાજઘાટ પર દાન પાત્ર રાખવા પર કડક મહોર લગાવી છે. કોર્ટે આ બાબતને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન દર્શાવેલ છે. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજઘાટ સમાધિ સમિતિને પૂછ્યું કે દાન પાત્ર કોણે શરૂ કરેલ અને એમાં જમા થતા રૂપિયા ક્યાં જાય છે.

કેન્દ્રીય લોકનિર્માણ વિભાગે કોર્ટને જણાવ્યું કે આ દાન પાત્ર હરિજન સેવક સંઘે લગાવેલ છે. આ સંસ્થાની શરૂઆત ખુદ ગાંધીજીએ કરી હતી અને જમા થનાર પૈસા આ સંસ્થાને આપવામાં આવે છે. કોર્ટે કહ્યું કે દાન પાત્રને મહાત્મા ગાંધીજીની સમાધિ પર ના રાખવામાં આવે. પરંતુ સમાધિનું સમ્માન થવું જોઇએ અને એની વ્યવસ્થિત સારસંભાળ થવી
જોઇએ.

ખંડપીઠે તેનાં વકીલને ખુદ રાજઘાટની દેખભાળ એટલે કે નાગરિકની સુવિધાઓની તપાસ કરવી તેમજ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગનાં મુખ્ય અભિયંતાને બતાવવા માટે કહ્યું છે. મુખ્ય અભિયંતા આને બરાબર કરાવશે.

કોર્ટે નાગરિક સુવિધાઓથી જોડાયેલ ફરિયાદોને જલ્દીથી સાંભળવા અને એની પતાવટ કરવાનો આદેશ રાજઘાટ સમિતિને આપવામાં આવેલ છે. કોર્ટે આ મામલાની તારીખ 30 જાન્યુઆરી સુધી નક્કી કરતા એની પહેલાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ અપાયો છે.

You might also like