AAPનાં ધારાસભ્યોનાં સભ્યપદ રદ થવા મામલે આવતી કાલે દિલ્હી હાઈકોર્ટ સંભળાવશે ચુકાદો

ન્યૂ દિલ્હીઃ લાભનાં પદ મામલે દિલ્હીની આમ આદમી પાર્ટીનાં 20 ધારાસભ્યોનાં સભ્યપદ રદ થવાનાં કેસમાં દિલ્હી હાઈકોર્ટ આવતી કાલે ચુકાદો સંભળાવશે. ધારાસભ્યોએ પો તાનાં સભ્યપદ રદ કરવાનાં નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ચૂંટણીપંચને પણ આ મામલે નિર્ણય ન આવે ત્યાં સુધી પેટા ચૂંટણી નહીં કરાવવા અંગે આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 19 જાન્યુઆરીએ ચૂંટણી પંચે સંસદીય સચિવોનાં પદને લાભનું પદ ગણાવતાં રાષ્ટ્રપતિને આપનાં 20 ધારાસભ્યોનાં સભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી. એ દિવસે જ આપનાં કેટલાંક ધારાસભ્યોએ ચૂંટણી પંચની આ ભલામણનાં વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

પરંતુ 21 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદે ધારાસભ્યોને ગેરલાયક ઠરાવ્યાં હતાં. જેનાં વિરોધમાં આપનાં ધારાસભ્યોએ પોતાની જૂની અપીલ પરત ખેંચી લીધી હતી. એને નવેસરથી રાષ્ટ્રપતિનાં આદેશને પડકાર્યો હતો.

You might also like