બ્લૂ વેલ ગેમ પર HC નું કડક વલણ, ટેક કંપનીઓ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી: એક બાદ એક ઘણા જીવ લેનારી ઓનલાઇન ગેમ બ્લૂ વેલ ગેમ પર પ્રતિબંધ મૂકવાને લઇને દિલ્હી હાઇકોર્ટે હવે આગળનું પગલું ભર્યું થે, એને લઇને દિલ્હી હાઇકોર્ટે ફેસબુક. ગૂગલ, યાહૂ અને કેન્દ્ર સરકારને શો કોઝ નોટીસ મોકલી છે.

હાઇકોર્ટે આ ગેમની લિંક્સ તરત હટાવવા માટે ઇન્ટરનેટ કંપનીઓને નિર્દેશ આપવાની માંગ વાલી અરજી પર કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસે પણ જવાબ માંગ્યો. કોર્ટે આ દરેક લોકો પાસે આ બાબતે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે આગળની સુનાવણી ગૂગલ, યાહૂ અને ફેસબુક ને 19 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં પોતાના જવાબ આપવા પડશે કે ઓનલાઇન બ્લૂ વેલ ગેમને રોકવા માટે એમને શું પગલાં ઊઠાયા છે.

કેન્દ્ર સરકારે મંગળવારે હાઇકોર્ટને જણાવ્યું કે આઇટી એક્ટના સેક્શન 79 ના અંતર્ગચ 11 ઓગસ્ટે ફેસબુક, ગૂગલ અને યાહૂને નોટીસ મોકલી ચૂક્યા છે.

નોંધનીય છે કે  મુંબઈમાં રહેતા મનપ્રીત નામના ટીનએજરે પોતાના ફ્લેટના સાતમા માળેથી કૂદતાં પહેલા આ પ્રમાણેનો મેસેજ કર્યો હતો. કહેવાય છે કે તેણે આવું આત્મઘાતી પગલું બ્લૂ વ્હેલ ચેલેન્જ નામની ઓનલાઈન ગેમના છેલ્લા ટાસ્કને પૂર્ણ કરવા માટે ભર્યું હતું. મનપ્રીતે મિત્રોને જણાવ્યું હતું કે તે આ ગેમના છેલ્લા પડાવ તરફ છે. છેલ્લે, બિલ્ડિંગ પરથી કૂદતાં પહેલા સોશિયલ મીડિયા પર તેણે લખ્યું પણ ખરું કે, હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. છતાં કોઈને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ નહીં

http://sambhaavnews.com/

You might also like