કેજરીવાલની વિરુદ્ધ યથાવત્ત રહેશે માનહાનીનો કેસ : રદ્દ થઇ વાજપેયીની અરજી

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ બિપિન સાંઘીની પીઠે આમ આદમી પાર્ટી (આપ)ના દિપક વાજપેયીની અર્જી ફગાવી દીધી હતી. અર્જીમાં તેમણે અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ દાખલ કેસ રદ્દ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ કેસ કેજરીવાલ પર નાણા મંત્રી અરૂણ જેટલીએ દાખલ કર્યો છે. જેટલીએ ડિસેમ્બરમાં દિલ્હી હાઇકોર્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેની પાર્ટીનાં પાંચ નેતાઓ પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેટલીએ કેસમાં ઉલ્લેખ કર્યો છે કે તેનાં તથા તેનાં પરિવારની વિરુદ્ધ આપ પાર્ટીનાં નેતાઓ દ્વારા મનફાવે તેવો વાણિવિલાસ કરવામાં આવ્યો છે. જેનાં કારણે તેનાં તથા તેનાં પરિવારની આબરૂને ક્ષતી પહોંચી છે.
જો આ કેસ કેજરીવાલ હારી જશે તો તેને માનહાની પેટે 10 કરોડ રૂપિયા ભરવા પડશે. જેટલી દ્વારા દાખલ કરવામાં આવેલો આ માનહાનીનો કેસ રદ્દ કરવા માટે આપનાં નેતા દિપક વાજપેયી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને જો કે હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જેથી આ કેસ હાઇકોર્ટમાં ચાલુ રહેશે. અત્રે નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ, કુમાર વિશ્વાસ, આશુતોષ સિંહ, રાધવ ચઢ્ઢા અને દીપક વાજપેયી જેવા નોતાઓનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે કેજરીવાલ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે DDCAમાં જેટલીનાં કાર્યકાળમાં મોટા પાયે કૌભાંડો થયા હતા. જેમાં તેની પુત્રી અને પરિવારનાં અન્ય સભ્યોને ઘણો લાભ થયો હતો. જો કે આ સમગ્ર વિવાદ એટલો બધો ચગ્યો હતો કે જેમાં નેતાઓ એક બીજાનાં પરિવાર પર છાંટાઓ ઉડાડવા લાગ્યા હતા. આપનાં નેતાઓ દ્વારા બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. જેનાં કારણે અરૂણ જેટલી દ્વારા આ તમામ નેતાઓ વિરુદ્ધ માનહાનીનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

You might also like