માનહાનિ કેસમાં કેજરીવાલની મુશ્કેલીઓ વધી, દિલ્હી હાઇકોર્ટે મોકલી નોટીસ

અરુણ જેટલી તરફથી કરવામાં આવેલા માનહાનિ કેસમાં આજે કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ નોટીસ મોકલી છે. જણાવી દઇએ કે હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં સુનવણી દરમિયાન કેજરીવાલના વકીલ રામજેઠલમાની દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ અરુણ જેટલીએ કેજરીવાલ વિરુદ્ધ વધુ એક માનહાનિ કેસ કર્યો છે. હવે આ માનહાનિની બાબતમાં જેટલીએ 10 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

હકીકતમાં બુધવારે ઊલટ તપાસ દરમિયાન કેજરીવાલના પક્ષ તરફથી જેટલી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ દરમિયાન એક આપત્તિજનક શબ્દને લઇને બંને પક્ષોમાં ગરમાગરમ વિવાદો પણ થઇ ગયા હતા.

હાઇકોર્ટેએ કોર્ટમાં થયેલી આ હરકત પર કહ્યું હતું કે ઊલટ તપાસ કાયદાની અંદર રહીને થવી જોઇએ. આ પ્રકારની ટિપ્પણીઓ થી માનહાનિ કરનાર વ્યક્તિને વધારે અપમાનનો સામનો કરવો પડે છે. કોર્ટે કહ્યું કે જો આવી ટિપ્પણીઓ દુષ્કર્મની બાબતે થઇ તો પીડિતાને તો વારંવાર કોર્ટમાં જ બળત્કાર થશે.

http://sambhaavnews.com/

You might also like