કેજરીવાલને હાઇકોર્ટનો ઝટકો, દિલ્હીમાં કેન્દ્રનું ચાલશે

નવી દિલ્હી: દિલ્હીમાં અધિકારોને લઇને ઉપરાજ્યપાલ અને કેજરીવાલ સરકારની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં દિલ્હી સરકારને કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. આ બાબતે નિર્ણય સંભળાવતા ઉચ્ચ ન્યાયાલયએ કહ્યું કે દિલ્હી કેબિનેટની સલાહ પ્રમાણે કામ કરવા માટે ઉપરાજ્યપાલ બંધાયેલા નથી. કોર્ટે કહ્યું કે અનુચ્છેદ 239 પ્રમાણે દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને અહીં લાગૂ રહેશે.

કેજરીવાલ સરકારે દિલ્હીમાં અધિકાર માટે વહેંચણીને લઇને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ગુરુવારે સવારે હાઇકોર્ટમાં સુનાવણી કરતાં કહ્યું કે દિલ્હીમાં મંત્રીઓનું કાઉન્સિલ ઉપરાજ્યપાલને મોકલ્યા વિના કોઇ નિરણય લઇ શકશે નહીં. કોર્ટે કેન્દ્ર સરકારના હસ્તક્ષએપને સહી બતાવતા કહ્યું કે દિલ્હીમાં જમીન અને પોલીસથી જોડાયેલા નિર્ણય લેવાનો અધિકાર કેન્દ્રને છે. દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર નિરોધી બ્યૂરો કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે નહીં. આ નિર્ણય દિલ્હી સરકાર માટે ઘણો મોટો ઝટકો છે. કેજરીવાલ કેન્દ્ર સરકાર પર ઉપરાજ્યના બહાને દિલ્હીમાં કામ અટકાવવા માટેના આરોપ લગાવતાં રહ્યા છે. એવામાં કોર્ટે પોતાના આ નિર્ણયમાં કહ્યું કે દિલ્હી પૂર્ણ રાજ્ય નથી અને લેફ્ટિનેન્ટ ગવર્નર જ દિલ્હીના પ્રશાસનિક પ્રમુખ છે.


કોર્ટના નિર્ણય પછી કેજરીવાલ સરકારના વકીલને કહ્યું કે તે આ નિરણય વિરુદ્ધ તરત જ અપીલ કરશે. દિલ્હી સરકારે કહ્યું કે તે હવે આ બાબતને લઇને સુપ્રિમ કોર્ટમાં જશે. આ પહેલા દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. ત્યારે સુ્પીમ કોર્ટે આ અરજીને સાંભળવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે હાઇકોર્ટ આ પહેલાથી જ આ બબાતે સુનાવણી કરી ચૂક્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા હાઇકોર્ટને પોતાનો નિરણય સંભળાવવા માટે મોકો આપવામાં આવશે, તે પછી દિલ્હી સરકાર ઇચ્છે તો સુપ્રીમમાં અપીલ કરી શકે છે.

You might also like