અરૂણ જેટલી પર જેઠમલાણીએ કરેલી ટીપ્પણી અપમાનજનક : હાઇકોર્ટ

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે માનહાનીનાં મુદ્દે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં વકીલ રામ જેઠમલાણી દ્વારા અરૂણ જેટલી પર કરવામાં આવેલી ટીપ્પણીને આજે અપમાનજનક ગણાવી હતી. સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ મનમોહને કહ્યું કે, જો એવા આરોપ પ્રતિવાદી સંખ્યા એક (કેજરીવાલ)નાં નિર્દેશો પર લગાવ્યા હોય તો તેઓ વાદી (અરૂણ જેટલી)ને હાજર રાખવાનો કોઇ ફાયદો નથી.

કેજરીવાલને આરોપ લગાવવા દો અને તે પહેલા તેમને કોર્ટમાં હાજર થવા દો. જેટલીનાં વકીલ રાજીવ નાયર અને સંદીપ સેઠીએ કોર્ટની સમક્ષ આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તે કેજરીવાલની તરફથી આ વાતનું સ્પષ્ટીકરણ ઇચ્છે છે કે ટીપ્પણીઓ તેમનાં નિર્દેશ પર કરવામા આવી હતી, કે જેઠમલાણીએ પોતાની તરફથી ટીપ્પણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે જેટલીએ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીનાં પાંચ નેતાઓની વિરુદ્ધ 10 કરોડની માનહાનીનો કેસ દાખલ કર્યો છે. કાલે જેઠમલાણીએ સંયુક્ત રજીસ્ટ્રાક દીપાલી શર્મા સામે જેટલી વિરુદ્ધ તે સમયે ટીપ્પણીઓ કરી હતી જ્યારે તેમની સામે કેસ ચાલી રહ્યો હતો.

You might also like