સરકાર ખાવાનું ને નોકરી ના આપે તો ભીખ માંગવી એ ગુનો કેમ: દિલ્હી HC

728_90

ન્યૂ દિલ્હીઃ હાઇકોર્ટે બુધવારનાં રોજ અરજી પર સુનાવણી કરતા જણાવ્યું કે,”જો સરકાર દેશમાં ભોજન અને નોકરીઓ આપવામાં અસમર્થ છે તો ભીખ માંગવી એ ગુનો કઇ રીતે હોઇ શકે છે.” કોર્ટ તે જનહીત અરજીઓ પર સુનાવણી કરી રહી હતી કે જેમાં ભીખ માંગવાને ગુનાની શ્રેણીથી બહાર કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

એક્ટિંગ ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ અને જસ્ટિસ સી. હરિ શંકરની બેન્ચે કહ્યું કે એક વ્યક્તિ માત્ર પોતાની જરૂરિયાતોને કારણ જ ભીખ માંગે છે નહીં કે તેને આવું પસંદ હોતું.

બેન્ચે કહ્યું કે,”જો કોઇનાં દ્વારા અમને એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવે તો શું આપ અને અમે ભીખ નહીં માંગીએ. આ લોકોની જરૂરિયાતને અનુસાર હોય છે કે લોકો ભોજન માટે જ પોતાનો હાથ લંબાવતા હોય છે. એક દેશમાં સરકાર ભોજન અથવા નોકરીઓ આપવામાં અસમર્થ છે તો શું ભીખ માંગવી એ ગુનો કઇ રીતે બની શકે.”

કેન્દ્ર સરકારે આ પહેલાં કોર્ટમાં એવું પણ કહ્યું હતું કે જો ગરીબીનાં કારણે એવું કરવામાં આવ્યું છે તો ભીખ માંગવી એ ગુનો ના હોવો જોઇએ. ભીખ માંગવાને ગુનાની શ્રેણીથી બહાર નહીં કરવામાં આવે.

You might also like
728_90