દેશના માટે પ્રાણ ન્યોછાવર કરનાર કોઇ પણ વ્યક્તિ શહીદ : દિલ્હી હાઇકોર્ટ

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે મંગળવારે કહ્યું કે દેશા માટે જીવ આપનારો કોઇ પણ વ્યક્તિ શહીદ કહેવાશે. તેને સરકાર સરકાર શહિદના પ્રમાણપત્રની જરૂર નથી. હાઇકોર્ટે કહ્કયું કે દેશ માટે ગયેલો કોઇ પણ જીવ શહીદ જ ગણાશે. તેના માટે કોઇ સર્ટીફિકેટની જરૂર નથી. આવા બલિદાનોને સમાજ જ યાદ રાખતો હોય છે.

જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને વી.કામેશ્વર રાવની બેંચે કહ્યું કે, તમે તમારો જીવ દેશ માટે આપો છો તો તમે શહીદ છો,કોર્ટે આ મૌખીક ટીપ્પણી એક જનહિર અરજીની સુનવણી દરમિયાન કરી હતી. જેમા પેરામિલિટ્રી અને પોલીસ ફોર્સનાં તે લોકો માટે શહીદના દરજ્જાની માંગ કરવામાં આવ હતી. જે આર્મી, નેવી અને એરફોર્સના જવાનો જેમ જ ડ્યુટી કરતા જીવ આપી દેતા હોય છે.

બેંચે તેમ પણ કહ્યું કે સરકારના અનુસાર શહીદ જેવો કોઇ શબ્દ આ ત્રણેય સેનામાં ઉપયોગ નથી કરવામાં આવતો. સાથે જ સંરક્ષણ મંત્રાલય તરફથી એવુ કોઇ નોટિફિકેશન બહાર નથી પાડવામાં આવ્યું કે ડ્યુટી દરમિયાન જીવ દેનારા શહીદ કહેવામાં આવે. આ રીતે ગૃહમંત્રાલયની તરફથી પણ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને આસામ રાઇફલ્સના માટે એવુ કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવ્યું.

You might also like