રિયો ઓલમ્પિક : રેસલર સુશીલ કુમારે હાઇકોર્ટમાંથી પણ ન મળી રાહત

નવી દિલ્હી : રિયો ઓલમ્પિકમાં ભાગ લેવા માટે કોર્ટમાં ગયેલા રેસલર સુશીલ કુમારને દિલ્હી હાઇકોર્ટમાંથી પણ કોઇ રાહત મળી શકી નથી. જો કે કોર્ટે રેસલિંગ ફેરડેશનને સુશીલ કુમારને બોલાવીને મંત્રણા કરવા માટેનાં જણાવ્યું છે. કોર્ટે તે પણ કહ્યું કે ફેડરેશને સંપુર્ણ મુદ્દે દીર્ધ દ્રષ્ટિથી જોવું જોઇએ જેથી ભવિષ્યમાં કોઇ સમસ્યા ન સર્જાય. હાઇકોર્ટે કહ્યું કે સુશીલ કુમાર રેસલિંગ ફેડરેશન માટે સન્માનિત વ્યક્તિ હોવો જોઇએ.

ફેડરેશને તેને બોલાવી તેની સાથે વાતચીત કરવી જોઇએ. કોર્ટે ફેડરેશનને 5 દિવસમાં જવાબ ફાઇલ કરવા માટેનાં આદેશો આપ્યા છે. સુશીલ કુમારે કોર્ટને કહ્યું કે તેઓ નરસિંહ યાદવ સાથે રિયોમાં જતા પહેલા એક પ્રતિયોગિતા કરવા ઇચ્છે છે. સુશીલ કુમારે કહ્યું કે તેણે ઓલમ્પિક માટે ઘણી તૈયારી કરી છે. જે અંગે ફેડરેશને કહ્યું કે 2થી 3 વખત સુશીલ કુમારે નરસિંહ યાદવ સાથે કોઇ પણ પ્રકારની સ્પર્ધા ટાળી છે.

ફેડરેશનનો દાવો છે કે ઓલમ્પિક માટે નરસિંહ યાદવ સુશીલ કુમાર કરતા વધારે સારો ઓપ્શન છે. કોર્ટે કહ્યું કે સુશીલ દેશ માટે રમી ચુક્યો છે. પરંતુ નરસિંહને પણ તેની યોગ્યતાનાં આધારે જ તેની પણ પસંદગી થઇ છે. જેનાં જવાબમાં ફેડરેશને કહ્યું કે સુશીલને તમામ બાબતોનો ખ્યાલ હોવા છતાપણ તે સમજવા નથી માંગતો. અત્રે ઉલ્લેખીય છેકે સુશીલ કુમારે અર્જી આપીને હાઇકોર્ટ પાસે માંગણી કરી છે કે નરસિંહ યાદવ સાથે તેનું ટ્રાયલ કરાવવામાં આવે. નોંધનીય છેકે સુશીલ કુમાર 74 કિલોગ્રામ કુશ્તીનો દાવેદાર છે.

You might also like