શા માટે દિલ્હી સરકારે રદ્દ કર્યો મેનેજમેન્ટ ક્વોટા હાઇકોર્ટનો સવાલ

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે સોમવારે દિલ્હી સરકારને નોટિસ ઇશ્યુ કરીને જવાબ માંગ્યો કે ખાનગી શાળાઓમાં મેનેજમેન્ટ ક્વોટા રદ્દ કરવાનો નિર્ણય શા માટે લેવાયો ? ન્યાયાધીશ મનમોહને દિલ્હી સરકા રઅને તેનાં શિક્ષણ વિભાગને 25 જાન્યુઆરી સુધી જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. આ મુદ્દે આગલી સુનવણી 28 જાન્યુઆરી સુધી થશે. કોર્ટે આ નોટિસ બિનસહાય પ્રાપ્ત અને માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાઓની એક્શન કમિટીની અરજી પર બહાર પાડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી શાળાઓનાં મેનેજમેન્ટ ક્વોટાને રદ્દ કરી નાખ્યો હતો. જે અંગે કોર્ટ દ્વારા અરજી કરીને શાળાઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેનેજમેન્ટ ક્વોટા રદ્દ કરવો તે સરકારનાં અધિકાર ક્ષેત્રની બહાર છે. આવા નિર્ણયોનાં કારણે સ્વાયત્તા સંપુર્ણ રીતે છીનવાઇ જાય છે. માટે તેઓ તેને રદ્દ કરી દેવામાં આવવી જોઇએ. અરજીમાં દલિલ અપાઇ છે કે 99 ટકા માન્યતા પ્રાપ્ત અને સરકારી સહાય મેળવનારી શાળામાં નિષ્પક્ષ, તાર્કીક અને પારદર્શી માનદંડોનું પાલન થાય છે.

6 જાન્યુઆરીએ આ નિર્ણયની જાહેરાત કરતા દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે તેમનો આશય ખાનગી શાળામાં દાખલાની પ્રક્રિયાને પારદર્શી બનાવવાનું છે. અત્યાર સુધી શાળા 20 ટકા સીટોને મેનેજમેન્ટ ક્વોટા હેઠળ સખ્ત રહ્યા છે. 25 ટકા સીટ આર્થિક રીતે નબળા વર્ગોનાં વિદ્યાર્થીઓ માટે રાખવાની છે. ડિસેમ્બર 2013માં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અપીલ બાદ ઉપરાજ્યપાલ નજીબ જંગે પરિપત્ર દ્વારા ખાનગી શાળાનાં નર્સરીમાં મેનેજમેન્ટ ક્વોટાની પ્રથા બંધ કરી દીધી હતી.

You might also like