દિલ્હી હાઇકોર્ટે આપી મોટી રાહત, 98 સ્કૂલોને વધારાની ફી પરત કરવા આદેશ

શાળાઓમાં થઇ રહેલ ફી-વધારાને લઇ મુશ્કેલીઓનો સામનો કરી રહેલ વાલીઓને સૌથી મોટી રાહત આપતાં દિલ્હી હાઇકોર્ટે એક આદેશ જાહેર કર્યો છે. કોર્ટે પોતાનાં આદેશમાં 98 ખાનગી શાળાઓ અને બિન-સહાયક શાળાઓને 10 દિવસની અંદર વસૂલ કરેલ 75% એક્સેસ ફીસ જમા કરાવાનો આદેશ કર્યો છે.

કોર્ટે પોતાનાં આદેશમાં કહ્યું કે 98 ખાનગી શાળાઓ કે જે ફી વધારાનાં નામ પર લીધેલ રકમને દસ દિવસની અંદર કેશ/એફડીઆર/બેંક ગેરંટીનાં રૂપમાં રિફંડ કરીને જમા કરાવે. કોર્ટનાં આ આદેશથી એવાં વાલીઓને રાહત મળી છે કે જેઓ લાંબા સમયથી શાળાઓની ફી વધારાને લઇ કેટલાંય સમયથી લડત ચલાવી રહ્યા હતા.

You might also like