દિલ્હી હાફ મેરેથોનમાં રિયો ઓલિમ્પિક્સના ૧૩ રનર

નવી દિલ્હી: રિયો ઓલિમ્પિક રમતોત્સવના ૧૩ એથ્લેટ સહિત ૧૨,૦૦થી વધુ રનર ૨૦મી નવેમ્બરે અહીં યોજાનાર નવમી એરટેલ દિલ્હી હાફ મેરેથોનમાં એલિટ વિભાગમાં ભાગ લેશે એમ આયોજકોએ જણાવ્યું છે. ૨,૭૦,૦૦૦ અમેરિકન ડૉલરના ઈનામની આ સ્પર્ધામાં એલિટ હાફ મેરેથોન (પુરુષો અને મહિલાઓ)માં ૧૨,૮૪૪ રનર ભાગ લેશે અને ગ્રેટ દિલ્હી રનમાં ૧૯,૯૭૨ તથા સિનિયર સિટીઝન વિભાગમાં ૧,૦૦૪ અને વિકલાંગ વર્ગમાં ૪૪૫ રનર દોડશે, જે સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનારા રનર્સની સંખ્યા ૩૪,૩૨૫ દર્શાવે છે. રિયો ઓલિમ્પિકના ફુલ મેરેથોનનો કેન્યાનો ચેમ્પિયન એલિયુડ કિરચોગ અને હાફ મેરેથોનની કેન્યાની વિશ્વ વિજેતા પેરેસ જેપચિરચિર અનુક્રમે પુરુષો અને મહિલાઓના વિભાગમાં મુખ્ય આકર્ષણ બનશે.

You might also like