હીરો ન માન્યા તો સરકારે તેમની પત્નીઅોને ચિઠ્ઠી મોકલી

નવી દિલ્હી: દિલ્હી સરકારે બોલિવૂડ અભિનેતાની પત્નીઅોએ પત્ર લખીને વિનંતી કરી છે કે તેઅો પોતાના પતિઅોને પાન-મસાલાની અેડ્ કરતાં રોકે. સરકારે પત્રમાં લખ્યું છે કે પાન-મસાલાથી કેન્સર થવાનો ખતરો રહે છે. અા પત્ર અજય દેવગણ, શાહરુખ ખાન, અરબાઝ ખાન અને ગોવિંદાની પત્નીઅોને મોકલાઈ છે. દિલ્હી અારોગ્ય વિભાગે પહેલાં અા અભિનેતાઅોને પત્ર મોકલી હતી, પરંતુ તેમણે તેનો જવાબ ન અાપ્યો.

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનને લખેલી પત્રમાં કહેવાયું છે કે અમે તમને વિનમ્રતાથી અાગ્રહ કરીઅે છીઅે કે તમે લોકોના અારોગ્યને ધ્યાનમાં રાખતાં શાહરુખને પાન-મસાલાની જાહેરાત કરવાથી રોકો. અમે અા અંગે શાહરુખને પણ પત્ર લખી હતી, પરંતુ તેણે કોઈ જવાબ અાપ્યો નથી અને એડ્ કરવાનું પણ બંધ કર્યું નથી. અા ઉપરાંત ગોવિંદા, અરબાઝ ખાન અને અજય દેવગણની પત્નીને પણ અાવા પત્રો મોકલવામાં અાવ્યા છે.

You might also like