દિલ્હી સરકારની અજય દેવગનને નોટીસ..

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તમાકુ ઉત્પાદનોની જાહેરાત કરવા અંગે બોલીવુડ અભિનેતા અજય દેલગનને નોટીસ ફટકારવામાં આવી છે. સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદન કાયદા-2003ની ઘારા પાંચ પ્રમાણે તમાકુ ઉત્પાદકોના બધી જ રીતની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ જાહેરાતો પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે.  આ અંગે સ્વાસ્થ્ય વિભાગના વડા, એસ કે. અરોડાએ જણાવ્યું હતું કે આવા વિજ્ઞાપન દ્વારા ઉત્પાદકો અંડર એઇજ વર્ગને તમાકુ પ્રોડક્ટ માટે આકર્ષે છે. ત્યારે આ રીતની જાહેરાતો કરવી તે કાયદાનું ઉલ્લઘન છે. આ રીતની જાહેરાતો બદલ ઉત્પાદકો સામે તો કાયદાકિય પગલાં લેવામાં આવે જ છે પરંતુ આ રીતની પ્રોડક્ટના બ્રાન્ડ એબેસેડર બનીને જાહેરાતમાં દેખાનાર વ્યક્તિ સામે પણ કાયદાના ઉલ્લંઘન બદલ ગુનો નોંધવામાં આવે છે. તેથી જ આવી જાહેરાતો ન કરવા અંગેની નોટીસ અજય દેવગનને સત્તાધીશો દ્વારા પાઠવવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા દિલ્હી સરકાર દ્વારા અન્ય બોલીવુડ સ્ટાર્સને પણ આ રીતની નોટીસ ફાળવવામાં આવી હતી.

 

You might also like