દિલ્હી સરકારની એડમાં “કન્હૈયાની નારેબાજી!”

જેએનયુ વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમારના આઝાદીના સૂત્રોચારો ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યાં છે ત્યારે દિલ્હી સરકારે રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં પોતાના કામના પ્રચાર માટે કન્હૈયાના સૂત્રોનો ઉપયોગ કરીને નવી જાહેરાત તૈયાર કરી છે અને આ નવી જાહેરાતના માધ્યમથી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આઝાદીના આ સૂત્રોચાર જેએનયુ વિવાદ દરમ્યાન ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. આ એજ સૂત્રોચાર છે કે જેના કારણે કનૈયા પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. દિલ્હી સરકારના એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે શહેરના વિવિધ વિસ્તારોમાં હોડિંગ્સ અને પોસ્ટર દ્વારા જાહેરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જાહેરાતો ન્યુઝ પેપર અને રેડિયોના માધ્યમથી પણ ચલાવવામાં આવશે. દિલ્હી સરકારના પાણીપુરવઠા વિભાગના મંત્રી કપિલ મિશ્રાએ કેટલાક પોસ્ટરોને ટ્વિટ કર્યા છે. જેમાં લખ્યું છે કે, “બઢતી મહેગાઇ સે આઝાદી…, અને ગલત બિલો સે આઝાદી..”

 

You might also like