દિલ્હીમાં કચરાની સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટ આપ પર લાલઘુમ

નવી દિલ્હી : દિલ્હીમાં વધી રહેલી કચરાની સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. કચરાની સમસ્યાને ચિંતાજનક ગણાવતા કર્ટે આપ સરકાર સહિત તમામ સંબંધિત વિભાગોને આદેશ આપ્યો કે કચરાની સમસ્યાના નિકાલની યોજના તૈયાર કરે. કોર્ટે આપ સરકારની તે અરજી પણ ફગાવી દીધી હતી જેમાં માંગ કરાઇ ઙતી કે પાર્ટીના ધારાસભ્યોને સાફ સફાઇ અભિયાનથી અલગ રાખવા જોઇએ. કારણ કે આ સ્થાનિક નિગમોનું કામ છે.

સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યુ કે, સમસ્યા માટે બીજા લોકોને જવાબદાર ઠેરવવા દબંગાઇ છે. એવુ બહાનુ ન કાઢી શકો કે શહેરને સાફ રાખવામાં ધારાસભ્યોની કોઇ જવાબદારી નથી. તમારી પાસે આટલા બધા ધારાસભ્યો છે. તમારે તેમને કહેવું જોઇે કે તેઓ શહેરની સાફ સફાઇ પર નજર રાખે અને જાગૃતતા ફેલાવ. કોર્ટે કહ્યું કે, કચરાનાં 45 મીટર ઉંચા ઢગલાઓ ખતરાની ઘંટી સમાન છે. મીડિયા રિપોર્ટસ અનુસાર કોર્ટે પુછ્યું કે આમ આદમી પાર્ટી ધારાસભ્ય શું કરી રહ્યા છે ? સાથે તેમ પણ જણઆવ્યું કે ધારાસભ્ય પોતાની સેલેરી વધારવાનાં બદલે કચરો હટાવવા ધ્યાન આપે.

નોંધનીય છે કે, 17 ઓગષ્યે પણ કોર્ટને કહ્યુ હતું કે કચરાનો યોગ્ય નિકાલ નહી થવાનાં કારણે લોકો મરી રહ્યા છે. કોર્ટે રાજધાનીમાં ખુલ્લી જગ્યાઓમાં થયેલા કચરાના ઢગલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અગાઉ 6 ઓગષ્ટે પણ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ડેંગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓનો યેગ્ય રીતે ન પહોંચવાનાં મુદ્દે અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે આ બિમારીઓને પહોંચવાનાં મુદ્દે 5 ઓક્ટોબરે એળજી, સીએમ અને અન્ય અધિકારીઓની બેઠકના પરિણામો અંગે પણ નિરાશા વ્યક્ત કરી હતી. કોર્ટે તેમને બીજી વખત 6 ઓગ્ષ

You might also like