ધુમ્મસને કારણે દિલ્હી આવતી જતી 55 ટ્રેનો અને 13 ફ્લાઇટ રદ્દ

નવી દિલ્હીઃ દિલ્હી અને એનસીઆરમાં વહેલી સવારથી ઘાડ ઘુમ્મસ છવાયેલું છે. જેને પગલે 55 ટ્રેનો મોડી ચાલી રહી છે. જ્યારે 13 ફ્લાઇટો પણ તેના સમયે ઉંડાણ ભરી શકી ન હતી. આ તરહ પહાળી વિસ્તારોમાં થઇ રહેલી બરફ વર્ષાને કારણે ઉત્તર પ્રદેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઘુમ્સને કારણે દિલ્હી આવનારી અને જનારી 22 ટ્રેનોના સમયમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે 6 ટ્રેનો ને રદ્દ કરવામાં આવી છે. જ્યારે રાજધાનીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડી રહેલી 13 ફ્લાઇટો મોડી ઉડી છે. જેમાં 7 ઇન્ટરનેશનલ અને 6 ડોમેસ્ટિક ફ્લાઇટ છે. ઓછી વિઝિબિલિટીને કારણે બે સ્થાનિક ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે.

છેલ્લાં કેટલાય દિવસોથી પહાળી વિસ્તારોમાં બરફ વર્ષા થઇ રહી છે. ત્યારે તેને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. ઉત્તર પ્રદેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ શિમલા અને તેની આજુબાજુના વિસ્તારોમાં છેલ્લાં 4-5 દિવસથી બરફ વર્ષા થઇ રહી છે. ત્યાર બાદથી જ ઠંડી વધી ગઇ છે.

home

You might also like