દિલ્હીની ફેક્ટરીમાં પ્રચંડ ધડાકોઃ ત્રણનાં મોત થયાં

નવી દિલ્હી: દિલ્હીના ખુરૈજી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ધડાકો થવાના કારણે ત્રણનાં મોત થયાં છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં થયેલા આ વિસ્ફોટના કારણે આસપાસની છ જેટલી ઈમારતો પણ ધ્રૂજી ઉઠી હતી.

ફેક્ટરીમાં પ્રચંડ ધડાકો થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકોમાં ભય અને દહેશતનો માહોલ પ્રવર્તે છે. ફેક્ટરીમાં ધડાકાને કારણે આગ લાગવાથી ધૂમાડાના ગોટેગોટા દૂરથી પણ નજરે પડતા હતા. આ ધડાકામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ફેક્ટરીમાં ધડાકા બાદ લાગેલી આગ બુઝાવવા ફાયરબ્રિગેડના અનેક વાહનો સ્થળ પર પહોંચી ગયાં હતાં. આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આગથી જાનમાલને કેટલું નુકસાન થયું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી દીધી છે.

You might also like