દિલ્હીમાં ટ્રોલી બેગમાંથી યુવતીની લાશ મળી આવી

નવી દિલ્હી: નવી દિલ્હીના મયૂર વિહાર વિસ્તારમાંથી પસાર થતા રિક્ષા ચાલકને રોકી પોલીસે તપાસ કરતાં રિક્ષામાં રહેલી ટ્રોલી બેગમાંથી યુવતીની લાશ મળી આવી હતી. પોલીસે આ લાશ અંગે તપાસ હાથ ધરી છે.

રિક્ષામાં રહેલી બેગમાંથી મ‍ળી આવેલી લાશની તપાસ કરતા મરનાર યુવતીની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષ વચ્ચેની જણાવાઈ રહી છે. મૃતક યુવતીના ગળા પરનાં નિશાનને જોતાં અેવું અનુમાન થઈ રહ્યું છે કે તેનંુ ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. પોલીસે આ અંગે રિક્ષા ચાલકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે કોઈ વ્યકિતઅે તેને આ બેગ લઈ જવા જણાવ્યું હતું. પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહની ઓળખ તેમજ હત્યારાની તપાસ માટે પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછ શરૂ કરી છે.

ગણતંત્ર દિવસ સમારોહને ધ્યાનમાં લઈ દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવવામાં આવ્યો છે, અને વાહનોની સઘન તપાસ થઈ રહી છે. જોકે પોલીસને જોતાં રિક્ષામાં બેઠેલો અેક શખસ ભાગી ગયો હતો. પોલીસ હાલ તેણે પકડવા તપાસ કરી રહી છે. જો પોલીસે રિક્ષાની તપાસ કરી ન હોત તો યુવતીની લાશ ઠેકાણે પાડી દેવામાં આવી હોત.

You might also like