દિલ્હી ડેરડેવિલ્સનું નેતૃત્વ ગંભીરના હાથમાં

નવી િદલ્હીઃ આઇપીએલની ૨૦૧૮ની સિઝન માટે િદલ્હી ડેરડેવિલ્સના કોચ રિકી પોન્ટિંગે એ વાતની પુષ્ટિ કરી દીધી છે કે દિલ્હીની ટીમની કમાન ગૌતમ ગંભીરને સોંપી દેવાશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દિલ્હી ડેરડેવિલ્સનો હેડ કોડ ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે.

પોન્ટિંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ”મેં કેપ્ટનશિપ અંગે ગંભીર સાથે વાતચીત કરી છે.” સાથે જ પોન્ટિંગે ગંભીરની પ્રશંસા કરતાં એવું પણ કહ્યું કે, ”ગંભીરની છેલ્લી આઇપીએલ સિઝન બહુ જ શાનદાર રહી છે. ગંભીર પોતાની ઘરેલુ ટીમ તરફથી રમવા માટે ઘણો ઉત્સુક છે. હવે તેની વાપસી થઈ ચૂકી છે તો આશા છે કે તે ટીમને શાનદાર નેતૃત્વ પૂરું પાડશે.

You might also like