સુભાષ ચંદ્રા માનહાની કેસમાં કોર્ટે કેજરીવાલને નોટિસ ફટકારી

નવી દિલ્હી : દિલ્હીની એક કોર્ટે રાજ્યસભા સભ્ય સુભાષચંદ્રા દ્વારા દાખલ ગુનાહિત માનહાનીની ફરિયાદ મુદ્દે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આરોપી તરીકે સ્વિકાર્યા છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયાએ કેજરીવાલને 29 જુલાઇએ કોર્ટમાં રજુ થવા માટેનાં નિર્દેશો આપ્યા છે. ભારતીય દંડ સંહિતાની કલમ 500 (માનહાની) હેઠળ આરોપી અરવિંદ કેજરીવાલને દોષીત સ્વિકારવા માટેની સ્પષ્ટ સામગ્રી છે.

ચંદ્રાએ નોટબંધી બાદ તેમની વિરુદ્ધ ખોટા આરોપો લગાવીને કથિત માનહાની કરવા માટે ગત્ત 17 નવેમ્બરે કેજરીવાલ વિરુદ્ધ કેસ ચલાવવાની માંગ કરી હતી. એસ્સેલ સમુહનાં પ્રમુખ ચંદ્રાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે કેજરીવાલે 11 નવેમ્બરે એક પત્રકાર પરિષદમાં તેમની વિરુદ્ધ ખોટા અને મનગઢંત અને માનહાનીનાં આરોપો લગાવ્યા હતા.

વકીલ વિજય અગ્રવાલ દ્વારા દાખલ અજીમાં દાવો કરવામાં આવ્યો કે કેજરીવાલે સંપુર્ણ રીતે માનહાનિકારક નિવેદન કરીને ચંદ્રાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. 11 નવેમ્બરે રાષ્ટ્રીય ટેલીવિઝન પર એક પત્રકાર પરિષદ સંબોધિત કેજરીવાલે ફરિયાદી પર મનગઢંત અને માનહાનિકારક આરોપ લગાવાયો. કોઇ પુરાવા વગર જ આરોપો લગાવ્યા હતા.

You might also like