પીપલી લાઇવના સહ-નિર્દેશકને સાત વર્ષની જેલ

નવી દિલ્હી: પીપલી લાઇવ ફિલ્મના સહ નિર્દેશક મહમ્મદ ફારૂકીને દિલ્હીના સાકેત કોર્ટે સાત વર્ષની સજા સંભળાઇ છે. આ સાથે જ ફારૂકી પર કોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કદાચ ફારૂકી આ દંડ ભરતો નથી તો તેની સજામાં 3 મહીના વધારે જોડવામાં આવશે. ફારૂકીને એક અમેરિકાની મહિલાની સાથે રેપનો દોષિત માનવામાં આવ્યો છે.

મહમૂદ ફારૂકીને 30 જુલાઇએ સાકેત કોર્ટે અમેરિકાની મહિલાની સાથે રેપનો દોશિત કરાર આપ્યો હતો. 35 વર્ષની અમેરિકાની મહિલાએ જૂન 2015માં જાણીતા નિર્દેશક ફારૂકી વિરુદ્ધ ન્યૂ ફ્રેન્ડસ કોલોની થાણામાં રેપનો આપોર લગાવતા ફરિયાદ દાખલ કરાવી હતી. અમેરિકાની મહિલાનો આરોપ હતો કે ફારૂકીએ તેની સાથે દિલ્હીના સુખદેવ વિહારમાં રેપ કર્યો હતો.

ગત મંગળવારે દિલ્હી પોલીસે કોર્ટે પાસે મહમૂદ ફારૂક માટે વધારેમાં વધારે ઉમર કેદની સજા માંગી હતી. દિલ્હી પોલીસનું કહેવું હતું કે ફારૂકના કારણે દેસનું અપમાન થયું છે. પોલીસનું એવું પણ કહેવું છે કે ફારૂકી સમાજમાં સારું સ્થાન ધરાવે છે તો તેને તેના વ્યવહારને સારો રાખવાની વધારે જવાબદારી બને છે.

પીપલી લાઇવ ફિલ્મનું નિર્દેશન કરનારી અનુષા રિઝવી મહમૂદ ફારૂકની પત્ની છે. મહમૂદ પીપલી લાઇવ ફિલ્મનો સહ નિર્દેશક અને કહાનીકાર હતો.

You might also like