કેજરીવાલ ૨૭મીથી ૧૦ દિવસ મેડિકલ લીવ પર બેંગલુરુ જશે

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હવે ૨૨ જાન્યુઆરીને પગલે ૨૭ જાન્યુઆરીથી પોતાનો ઈલાજ કરાવવા બેંગલુરુ જશે. કેજરીવાલ આમ તો આજે શુક્રવારથી ઈલાજ કરાવવા જવાના હતા, પરંતુ પ્રજાસત્તાકદિનનાં આયોજનોને લઈને તેમને પોતાનો કાર્યક્રમ પાછો ઠેલ્યો છે.

કેજરીવાલે ૨૫ જાન્યુઆરીના રોજ છત્રસાલ સ્ટેડિયમમાં રાજ્યસ્તરના પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમમાં અને ત્યાર બાદ રાજપથ પર યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવાની હોય છે. ગઈ સાલ ૨૬મી જાન્યુઆરીના રોજ કેજરીવાલ જ્યારે મુખ્ય પ્રધાન નહીં, પરંતુ પૂર્વ મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે આમંત્રણ નહીં મળતાં વિવાદ છેડાયો હતો.

You might also like