કેજરીવાલ ટ્વિટર પર સૌથી વધારે ફોલો થનારા બીજા નેતા

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા સતત વધી રહી છે. તે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર ધરાવતાસેલેબ્રિટીની યાદીમાં બીજા નંબર પર પહોંચી ગયા છે. કેજરીવાલનાં ફોલોઅર્સની સંખ્યા 60 લાખને પાર પહોંચી ગઇ છે.
આમ આદમી પાર્ટીનાં સોશ્યલ મીડિયા પ્રમુખ અંકીત લાલે ટ્વિટર પર ટ્વિટ કર્યુંહતું કે કેજરીવાલનાં ફોલોઅર્સનું પ્રમાણ વધ્યું. તેનાંફોલોઅર્સ 60 લાખની પણ પાર પહોંચી ગયા છે. આ ક્રમમાં કેજરીવાલ વડાપ્રધાન મોદી કરતા જો કે પાછળ છે. ટ્વિટર પર મોદીનાં 1.6 કરોડ ફોલોઅર્સ છે.
બંન્ને સોશ્યલ મીડિયાનો પ્રચાર માટે ઉપયોગ કરવા માટે જાણીતા છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ ટ્વિટર પર સૌથી વધારે ફોલો થનારા ભારતીય નેતાઓ પૈકીનાં એક છે. મોટે ભાગે યુવાનો યુવા અને જ્ઞાની નેતાઓને ફોલો કરતા હોય છે જેમની પાસેથી તથ્યપુર્ણ હકીકતો જાણવા મળી શકે. જેનાં કારણે હાલનાં સમયમાં કેજરીવાલનું મહત્વ સતત વધી રહ્યું છે.

You might also like