કેજરીવાલનાં પત્ની સુનિતા હવે નહી કરે નોકરી : લીધુ VRS

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પોતાનાં સર્વિસમાંથી વીઆરએસ લઇ લીધું છે. તે ભારતીય મહેસુલ સેવા અધિકારી હતા. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ સુનિતાની વીઆરએસ અર્જીને મંજુર કરી લીધી છે પરંતુ તે 15 જુલાઇ 2016થી સેવાનિવૃત માનવામાં આવશે. સુનીતા અહીં આસીસ્ટેન્ટ એડિશનલ ડાયરેક્ટરનાં પદ પર કામ કરી રહી છે.

મુખ્યમંત્રી બનતા પહેલા કેજરીવાલ પણ ભારતીય મહેસુલ સેવામાં જોઇન્ટ કમિશ્નર તરીકે કાર્યરત હતા. વર્ષ 2006માં તેમણે પોતાનાં પદપરથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે તેમનાં પત્ની સુનીતાએ 2016માં પોતાનું રાજીનામું આપ્યું છે.

સુનિતા પોતાનાં પતિ અરવિંદ કેજરીવાલ કરતા વધારે કમાય છે. જ્યાં મુખ્યમંત્રી બન્યા બાદ પણ કેજરીવાલે લાલબત્તીવાળી કારની ઓફર ફગાવી દીધી છે. બીજી તરફ સુનીતા પણ લાલબતીની ગાડી દ્વારા જ ઓફીસ જતા આવતા હતા.

ચૂંટણી જીત્યા બાદ કેજરીવાલે જાહેર રીતે પત્નીનો આભાર માનીને તેની ક્રેડિટ આપી હતી. તેમણે સૌની સામે પત્નીને ગળે લગાવીને ભાવુક થઇ ગયા હતા. બીજી તરફ નોમિનેશનનાં સમયે તેમણે કહ્યું હતુ કે પત્નીએ તેને 500 રૂપિયા આપીને મોકલ્યા છે. રજા નહી હોવાનાં કારણે તે સાથે નથી આવી શક્યા.

You might also like