આગામી 10 દિવસ સુધી રાજકારણથી દૂર રહેશે કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારથી 10 દિવસ સુધી પોતાના કામકાજ અને રાજકારણથી સંપૂર્ણપણે દૂર રહેશે. સીએમ અરવિંદ કેજરીવાલ 1 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી હિમાચલના ધર્મશાળામાં ધ્યાન કેન્દ્ર કરવા જઇ રહ્યાં છે. વિપશ્યના કેન્દ્રમાં અરવિંદ કેજરીવાલ સોમવારે પહોંચશે અને મંગળવારથી સત્રમાં સામેલ થશે.

અરવિંદ કેજરીવાલે આ દરમિયાન સમાચારપત્રો, ટીવી અને સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહેવું પડશે. આ દરમિયાન દિલ્હીમાં તેમની જવાબદારી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સંભાળશે. આ પહેલાં અરવિંદ કેજરીવાલ બંગલુરૂમાં વિપશ્યના માટે જઇ ચૂક્યા છે.

જો કે રસપ્રદ વાત એ છે કે ગત વર્ષે વિપશ્યનામાં ગયા બાદ આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારના મોદી સરકાર સાથે ઝઘડો અટકી ગયો છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરતાં અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર જાનથી મારી નાખવાનો આરોપ પણ લગાવ્યો હતો.

You might also like