દિલ્હીના મહિલા અને બાળ વિકાસમંત્રીની અશ્લીલ સીડી આવી સામે, કરાયા સસ્પેન્ડ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક  મંત્રીને સસ્પેન્ડ કરી દીધા છે. કેજરીવાલે ટવીટ પર માહિતી આપી છે કે તેમણે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સંદીપ કુમારને સસ્પેન્ડ કર્યા છે. કેજરીવાલે આ નિર્ણય સંદીપ કુમારની અશ્લીલ સીડીના સંદર્ભમાં લીધો છે. કેજરીવાલે ટવિટર પર લખ્યું છે કે વાધાજનક સીડી મળતા તેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે.
જાહેર જીવનમાં શિષ્ટાચાર બાબતે કાંઇ પણ ચલાવી શકાય નહીં. આ એક સેક્સ સ્કેન્ડલ સાથે જોડાયેલી બાબત છે. તેમ કેજરીવાલે ટવિટર પર જણાવ્યું છે.  સીડી ઉપરાજ્યપાલની ઓફિસમાં મોકલવામાં આવી છે. આ ત્રીજા મંત્રી છે જેને કેજરીવાલે તેમના પદ પરથી હટાવ્યા છે.

આ અંગે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, અશ્લીલ વીડિયો વિશે માહિતી મળ્યાના અડધા કલાકમાં પગલાં લેવામાં આવ્યાં હતાં. મળતી માહિતી મુજબ એક અજાણ્યા શખ્સે બુધવારે સાંજે એક લેટર સાથે આ સીડી ન્યૂઝ ચેનલને મોકલી હતી. સીડી સાથે એક લેટર પણ ટીવી ચેનલોને મોકલવામાં આવ્યો છે. તેમાં લખ્યું હતું કે, મહોદય મને ખાસ સૂત્ર પાસેથી એક વીડિયો અને અમુક તસવીરો મળી છે. જે દિલ્હીના મંત્રી સંદીપ કુમારનાં છે.

કથિત સીડી સ્કેન્ડલ પર મીડિયાએ સંદીપ કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ જવાબ આપ્યો નહોતો. 9 મિનિટના વીડિયો ઉપરાંત 11 વાંધાજનક ફોટા પણ મીડિયા સુધી પહોંચાડવામાં આવ્યાં છે.

વ્યવસાયે વકિલ એવા સંદીપ કુમાર સુલ્તાનપુરાના માજરાના ઘારાસભ્ય છે. તેઓ ઇન્ડિયા અગેસ્ટ કરપ્શન સમયે કેજરીવાલ સાથે જોડાયા હતા. આ એજ મંત્રી છે જેઓએ ગત વર્ષે મહિલા દિવસ પર એક સભામાં કહ્યું હતું કે, તે મહિલાઓનું એટલું સન્માન કરે છે કે, દરરોજે પોતાની પત્નીને પગે લાગે છે. અને તેમની પત્ની પણ તેમને હસીને આર્શીવાદ આપે છે. સંદીપનું કહેવું છે કે તેમની પત્નીએ ખૂબ જ ત્યાગ આપ્યો છે.

You might also like