2000ની નોટથી વધશે ભ્રષ્ટાચાર: અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છેવટે પ્રધાનમંત્રીએ બેન કરવાના નિર્ણય પર મૌન તોડ્યું છે. મળતી જાણકારી અનુસાર, કેજરીવાલનું રહેવું છે કે મને સમજમાં આવતું નથી કે 1000ની નોટ બંધ કરીને 2000ની નોટ રજૂ કરીને તમે ભ્રષ્ટાચારને કેવી રીતે રોકી શકો છો.

કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રીએ પોતાના માણસોની બ્લેક મની પહેલાથી બદલી લીધી છે. 20 ટકા કમિશન લઇને બ્લેક મનીથી બદલાયેલી નવી નોટ ઘ પહોંચાડવામાં આવી રહી છે. કેજરીવાલનું કહેવું છે કે નવી યોજના બ્લેક મની વાલાને પરેશાન કરવા માટે નથી પરંતુ સામાન્ય જનતાને પરેશાન કરવા માટે છે. જો કાળા નાણાં પર કાર્યવાહી કરવી જ હોય તો 648 લોકો પર કાર્યવાહી કરો, જેના સ્વિસ બેંકમાં અકાઉન્ટ છે. સરકાર સામાન્ય જનતાને હેરાન કરવાનું બંધ કરે.

You might also like