ભોજપુરી કલાકાર મનોજ તિવારીને જોઈએ છે Z કક્ષાની સિક્યોરિટી, લખ્યો પત્ર

પ્રખ્યાત ભોજપુરી ગાયક અને દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પોતાને મળેલી Y સિરીઝની સિક્યોરિટીથી સંતુષ્ટ નથી. જેથી હવે મનોજ તિવારીએ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને Z કેટેગરીની સુરક્ષા માગી છે.

એટલું જ નહીં મનોજ તિવારીએ પોતાના લખેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર થયેલા હુમલાનો ઉલ્લેખ પણ કર્યો છે. ઉપરાંત તેમણે પત્રમાં મમતા બેનર્જીના બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન નહીં મળેલી સુરક્ષાનો પણ ઉલ્લેખ કર્યો છે.

તિવારીએ સ્પષ્ટપણે લખ્યું છે કે, Y શ્રેણીની સુરક્ષા તેમના માટે પર્યાપ્ત નથી. તેઓ આ વિશે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી ચૂક્યા છે. દિલ્હીના ભાજપ અધ્યક્ષે એવું પણ લખ્યું છે કે, તેમને પાર્ટીના પ્રચાર માટે ઘણા રાજ્યોમાં જવું પડતું હોય છે, તેથી તેમને Z કક્ષાની સિક્યોરિટી મળવી જોઈએ

You might also like