મોડલ સાથે ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં દીધા સિગરેટના ડામ

નવી દિલ્હી: ગ્લેમરની દુનિયા આમ તો ઘણી ચકાચાંદની ભરેલી છે, પરંતુ આ દુનિયામાં કેટલાક એવ ચહેરા પણ છે જે મનથી ઘણા કાળા છે. ખરાબ દાનતવાળા આ તે રાક્ષસ છે જે માસૂમ છોકરીઓને ફિલ્મોની લાલચ આપીને તેમની સાથે હૈવાનિયતની બધી હદો પાર કરી દે છે. દિલ્હી એક મોડલ પૂણેમાં આવા જ રાક્ષસોનો શિકાર બની.

જો કે દિલ્હીની એક મોડલ, જે બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા માંગતી હતી, પરંતુ એક ખોટા સંપર્કે તેની જીંદગે નરક બનાવી દીધી. આ મોડલની સાથે જે કંઇ થયું, તે એકદમ ડરામણું છે. ફિલ્મમાં કામ અપાવવાના બહાને ચાર લોકોએ તેની સાથે ગેંગરેપ ગુજાર્યો. રાક્ષસોની હૈવાનિયત અહીં જ અટકી નહી તેમણે મોડલના આખા શરીર પર સિગરેટના ડામ આપ્યા.

પીડિત મોડલનું કહેવું છે કે ગત વર્ષ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં એક મહિલાએ તેનો સંપર્ક સાધ્યો હતો. તે મહિલાએ તેને ફિલ્મોમાં કામની ઓફર અપાવવાની વાત કરી. ત્યારબાદ મહિલાના કહેવા પર તે આ વર્ષે ફેબ્રુઆરીમાં પૂણે ગઇ. પરંતુ મોડલનો આરોપ છે કે પૂણેમાં ઓડિશન દરમિયાન જે ચાર લોકો સાથે તેની મુલાકાત કરાવવામાં આવી. તે તેને ફિલ્મમાં કામ અપાવવાના બદલામાં શારીરિક સંબંધ બાંધવાની શરત મુકી રહ્યાં હતા. જેનો તેણે વિરોધ કર્યો.

જાણો ભારતના સૌથી મોટા રેડ લાઇટ એરિયામાં રહેતી મહિલાઓની જીંદગીની વિશે

પીડિત મોડલના જણાવ્યા અનુસાર વિરોધ કરતાં આરોપીએ મોડલની સાથે પહેલાં મારઝૂડ કરી અને પછી તેને નશીલી દવા પીવડાવી દીધી. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેના શરીર પર સિગરેટ વડે ડામ આપ્યા અને પછી તેને બેલ્ટ વડે ફટકારી. શરીરનો કોઇપણ ભાગ જખમોના નિશાનથી બચ્યો નથી. પ્રાઇવેટ પાર્ટને પણ સિગરેટના ડામ આપ્યા.

model

ફિલ્મી દુનિયામાં પગ મુકવાની સપનું જોનાર પીડિત મોડલે ક્યારેય વિચાર્યું ન હતું કે એક ખોટી મહિલાના સંપર્કમાં આવવાની તેને આટલી મોટી સજા મળશે. જો કે આ રાક્ષસોના ચંગુલમાં ફસાયેલી આ મોડલની મદદ પણ એક છોકરીએ જ કરી. ખાસ વાત એ છે કે જે છોકરીએ મોડલને બચાવવામાં મદદ કરે, તે પણ આ રાક્ષસોના ચંગુલમાં ગત એક વર્ષથી ફસાયેલી હતી. મોડલનું દર્દ જોયા બાદ તેણે પણ હિંમત મળી અને તે મોડલની સાથે 15 માર્ચના રોજ પૂણેથી ભાગવામાં સફળ થઇ ગઇ.

સમાજના ડરથી પહેલાં તો આ મોડલ અને તેની મિત્ર ફરિયાદ કરવાનું ટાળી રહ્યાં હતા. અને ઘરે જ સારવાર કરાવવા લગી, પરંતુ બાદમાં બંનેએ હિંમત કરીને દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો અને 23 માર્ચના રોજ કોટલા મુબારકપુર પોલીસ મથકમાં પોતાની ફરિયાદ લઇને પહોંચી ગઇ. પીડિતની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા લોકોની વિરૂદ્ધ કલમ 323, 328 354(a), 354(b), 506, 34 હેઠળ કેસ દાખલ કર્યો છે. જોકે કેસ પૂણે છે એટલા માટે દિલ્હી પોલીસે જીરો એફઆરઆઇ દાખલ કરી કેસનો પૂણે પોલીસને ટ્રાંસફર કરી દીધો.

જો કે સાઉથ દિલ્હીના ડીસીપી ઇશ્વર સિંહનો દાવો છે કે આ કેસ સાથે જોડાયેલા બધા જ મેડિકલ રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે અને ત્યાં રેપનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પીડિત મોડલનો આરોપ છે કે જ્યારે તેને પૂણે પોલીસને પૂછવામાં આવ્યું તો તેમણે કેસ ટ્રાંસફર થયાની વાતને નકારી કાઢી છે. મોડલનું કહેવું છે કે જ્યારે ન્યાય નહી મળે તો જીવીને શું કરશે. પીડિત મોડલની સાથે-સાથે તેની મિત્ર પણ આ જ આરોપ લગાવી રહી છે કે આ કેસમાં પોલીસ તેમની મદદ કરી રહી નથી.

You might also like