જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની પૂછપરછ માટે એટીએસ દિલ્હી જશે

અમદાવાદ: દિલ્હીથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના ૧૩ અાતંકવાદીઓની પૂછપરછ કરવા માટે ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જાય તેવી શક્યતાઓ છે. શાકિર સઇદ સહિતના 13 આંતકીઓની પૂછપરછમાં તેઓ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં મોટાં રાજ્યમાં આંતકી હુમલા કરવાની ફિરાકમાં હોવાનો ખુલાસો થયો હતો.

આતંકીઓ પાસેથી આઈડી તથા અન્ય વિસ્ફોટક સામગ્રી પણ મળી હોવાનું પણ બહાર આવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા આતંકવાદીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આંતકીઓ સોશિયલ મી‌િડયા મારફતે દેશનાં તમામ રાજ્યમાં પોતાનું નેટવર્ક વધારતા હતા. દિલ્હી પોલીસે ખુલાસો કર્યો હતો કે પકડાયેલા આતંકીઓનાં ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં માેટાં રાજ્યમાં સંપર્ક છે.

જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ ગુજરાતમાં કઇ જગ્યાએ હુમલા કરવાની ફિરાકમાં હતા, તેમના ‌િસ્લપરસેલ કોણ છે, જેવા અનેક મુદ્દાઓને લઇને ગુજરાત એટીએસની ટીમ આવનારા દિવસોમાં દિલ્હી જાય તેવી શક્યતાઓ છે. એટીએસના એસપી ‌િહમાંશુ શુક્લાએ જણાવ્યું છે કે એટીએસની ટીમ દિલ્હી જાય તેવી શક્યતાઓ છે.

You might also like