લોકશાહીનો ઇતિહાસ લજવાયો : ભાજપનાં MLA વિધાનસભાની બેંચ પર ચડ્યા

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે શુક્રવરે સદનમાં ટેંકર ગોટાળા મામલો ઉઠ્યો હતો. વિપક્ષે આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ આ મામલાને ઉઠાવતાં કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું હતું. વિજેન્દ્ર ગુપ્તાએ બેંચ પર ઉભા થઇને પૂછ્યું કે હજુ સુધી તપાસ કેમ થઇ રહી નથી?

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સદનમાં તેનો જવાબ આપ્યો. કેજરીવાલે કહ્યું કે આપ એકમાત્ર સરકાર છે જેણે પોતાના વાયદા પુરા કર્યા છે. પાર્ટીએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જે અવાજ ઉઠાવ્યો તેનાથી મોદીજી ડરી ગયા. કેજરીવાલે કહ્યું કે એસીબીમાં મોદીજીએ પોતાની પોલીસ મોકલી તેના પર કબજો કરી લીધો. મોદીજીનો ઇતિહાસ છે કે તે સંવિધાનમાં વિશ્વાસ કરતા નથી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે ભ્રષ્ટાચારની વિજેન્દ્ર ગુપ્તા વાત કરી રહ્યાં છે તે શીલા દીક્ષિતના સમયે થયો હતો. બધા લોકો જાણે છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પતિ પત્નિનો સંબંધ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે કપિલ મિશ્રાએ મને પત્ર લખ્યો, પરંતુ મારી પાસે એસીબી નથી. તેનો હેતુ ફક્ત ભ્રષ્ટાચાર પર રાજકારણ કરવાનો, સદનમાં મહિલાઓને ગાળો આપવી, મારઝૂડ કરવાનો છે.

મનીષ સિસોદિયાએ કરી મહત્વપૂર્ણ જાહેરાતો

દિલ્હીની સ્કૂલોમાં પંજાબી અને ઉર્દૂના ટીચર રાખવામાં આવશે.

ટીચર્સને સારા પગાર પર રાખવામાં આવશે.

દરેક સ્કૂલમાં ઓછામાં ઓછા એક પંજાબી ટીચર હશે.

દરેક સ્કૂલમાં બાળકોને પંજાબી ભણવાનો વિકલ્પ મળશે.

You might also like