ધુમ્મસથી ઘેરાયુ ઉત્તર ભારત, અનેક ફ્લાઇટ રદ્દ

નવી દિલ્હીઃ વાતાવરણમાં અચાનક પલ્ટો થતા દિલ્હી અને એનસીઆરમાં ધુમ્મસવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું . ધુમ્મસને કારણે વાહનોની ગતી પર પણ તેની અસર જોવા મળી રહી . વિઝિબિલિટી ઓછી હોવાને કારણે દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં નહિવત ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આ સાથે જ દિલ્હી અને લખનઉ એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટની ઉડાણ રદ્દ કરવામાં આવી છે તો કેટલીક ઉડાણ મોડી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાતો તરફથી મળતી માહિતી મુજબ તાપમાન ઘટવાને કારણે હવાની ગુણવત્તામાં પણ તેની અસર જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધારે વિપરીત થઇ શકે છે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

નિષ્ણાતોના મતે દિલ્હી અનેસીઆરમાં માત્ર ધુમ્મસ જ નહીં પરંતુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. વિભાગ પ્રમાણે દિલ્હી, હરિયાળા પંજાબ, ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ, પ્રદૂષણને કારણે અહીં ધુમ્મસ વાળુ વાતાવરણ સર્જાયું છે. ત્યારે લોકોને ધ્યાનથી વાહન ચલાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ધુમ્મસને પગલે રસ્તા પર નહિવત ટ્રાફિક જોવા મળી રહ્યો છે.


visit: sambhaavnews.com

You might also like