એર પોલ્યુશનઃ દિલ્હીમાં ફરી ઓડ-ઈવનની તૈયારી

નવી દિલ્હી: રાજધાનીમાં એર ક્વોલિટી સતત બીજા િદવસે ગંભીર કેટેગરીમાં રહી. આજે પાંચમા ધોરણ સુધીની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. સ્કૂલોમાં આઉટ ડોર એક્ટિવિટી પણ બંધ કરી દેવાઈ છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તરફથી બોલાવાયેલી હાઈ લેવલની મિટિંગમાં આ નિર્ણય લેવાયો. મિટિંગમાં હાઈ રિસ્ક ગ્રૂપ હેઠળ આવનારા લોકોને સવારે અને સાંજે બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન અને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે પહેલી વાર કહ્યું કે દિલ્હીમાં મેડિકલ ઈમર્જન્સી જેવી હાલત છે. આઈએમએ દ્વારા દિલ્હીની તમામ સ્કૂલ-કોલેજો અને ઓફિસમાં ત્રણ િદવસની રજાની ભલામણ કરી છે. ગુરુવાર સુધી આવી જ હાલત રહેવાના અણસાર છે.

ઉલ્લેખનીય છે કે અહીં મંગળવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ પહેલી વાર ૪૪૮ના ડેન્જર લેવલ પણ પહોંચી ગયો. ગુરુવારે પણ શાળા અને કોલેજો બંધ રાખવાની જાહેરાત થઈ શકે છે. સરકાર ખૂબ જ જલદી ઓડ-ઈવન ફરી વખત લાગુ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ઈમર્જન્સીમાં રોજ ૨૦ દર્દીરાજધાનીમાં પ્રદૂષણથી શ્વાસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડીજીએચએસ ડોક્ટર કી‌િર્ત ભૂષણે જણાવ્યું કે તેમણે તમામ હોસ્પિટલમાંથી શ્વાસના દર્દીઓનો ડેટા મંગાવ્યો છે. મંગળવારે સૌથી વધુ શ્વાસના દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. કેટલાક દર્દીની આંખો બળવાની ફરિયાદ પણ હતી.

નોઈડાઃ રાત્રે ૧૨.૦૦ વાગ્યે વિઝિબિલિટી ઝીરો
સીપીબીસીના રિપોર્ટ મુજબ ગઈ કાલે રાત્રે ૧૨.૦૦ વાગ્યે પીએમ ૨.૫નું લેવલ રેકોર્ડ ૪૮૦ એમજીસીએમ સુધી પહોંચી ગયું. પીએમ ૧૦નું લેવલ ૪૮૨ હતું. રાત્રે ૧૨.૦૦ વાગ્યે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ. બાળકોને માસ્ક લગાવવાની સલાહ અપાઈ છે.

ગાઝિયાબાદઃ સાત દિવસ સુધી કન્સ્ટ્રક્શન વર્ક બંધ
વધતા પોલ્યુશનને જોતાં શહેરમાં ડેવલપમેન્ટ સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન વર્કને છોડીને તમામ પ્રકારના કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કલેક્ટરોએ આ અંગે આદેશ જારી કર્યાે છે.

દિલ્હીનો સૌથી વધુ પોલ્યુશનવાળો દિવસ
દિલ્હીમાં ગઈ કાલે એર ક્વોલિટી ઈન્ડેક્સ પહેલી વાર ૪૪૮ના ડેન્જર લેવલ પર પહોંચ્યો. ૧ નવેમ્બર, ૨૦૧૬ના રોજ તે ૪૦૧ સુધી પહોંચ્યો હતો. ઝેરીલી સ્મોગ એટલી વધુ હતી કે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થતી હતી અને તેમની આંખોમાંથી પાણી નીકળવા લાગ્યું.

You might also like