દિલ્હીના અેસીપીનો આપઘાતઃ પત્ની ચોથા માળેથી કૂદી ગઈ

નવી દિલ્હી: દિલ્હી પાેલીસના અેસીપી અમિતસિંહે ગઈ કાલે માેડી રાતે જાતે જ ગાેળી ચલાવી આપઘાત કરી લીધાે હતાે. જ્યારે આ ઘટનાના થાેડા સમયમાં જ તેમની પત્ની પણ ચાેથા માળેથી છલાંગ લગાવી કૂદી પડતાં તેની હાલત હાલ ગંભીર છે.

મૃતક અમિતસિંહ દક્ષિણ દિલ્હીના સ્પેશિયલ સેલમાં ફરજ બજાવતા હતા. નાેઇડાના સેકટર-૧૦૦માં રહેતા અેસીપી અમિતસિંહે આવું પગલું કેમ ભર્યું તે અંગેનાં કારણાેની જાણકારી મેળવવા પાેલીસ પ્રયાસ કરી રહી છે. આ અંગે વધુ માહિતી મળી નથી. મૃતકનાં પત્નીને હાલ હાેસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.

અેસીપી અમિતસિંહ ૩૦ વર્ષના હતા. થાેડા દિવસાે પહેલાં જ અેક અકસ્માતની ઘટનામાં તેઆેને ઈજા થઈ હતી. અમિતે આપઘાત પહેલાં ચાકુથી પાેતાના પર હુમલાે કર્યાે હતાે, પરંતુ તેમની પત્નીઅે ચાકુ લઈ લીધું હતું. બાદમાં તેમણે પાેતાની જાતે જ ગાેળી ચલાવી હતી. બનાવ અંગે જાણ થતાં પાેલીસ અધિકારી ટીમ સાથે ઘટનાસ્થળે પહાેંચી ગયા હતા અને અેસીપી અને તેમનાં પત્નીને હાેસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તબીબાેઅે અમિતસિંહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમનાં પત્નીની તબિયત હાલ નાજુક જણાવાઈ રહી છે.

You might also like