દિલ્હી ACBએ શરૂ કરી ટેન્કર ગોટાળાની તપાસ, કહ્યું, પુરાવા મળશે તો CM વિરૂદ્ધ પણ લેશે એક્શન

નવી દિલ્હી: દિલ્હી એસીબીએ વોટર ટેન્કર ગોટાળાના મામલે ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ પર તપાસ શરૂ કરી દીધી છે. ગુપ્તાએ અરવિંદ કેજરીવાલની સરકાર પર 11 મહિના સુધી ફાઇલને દબાવી રાખવા અને આ દરમિયાન કોઇ કાર્યવાહી નહી કરવાનો આરોપ લગાવ્યો છે. એન્ટી કરપ્શન બ્યૂરોના ચીફ એમકે મીણાને કહ્યું કે જો સબૂત મળ્યા છે તો સીએમની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

બે અલગ અલગ ફરિયાદો પર તપાસ શરૂ
મીણાએ કહ્યું કે ‘અમને બે અલગ અલગ ફરિયાદો મળી છે. તેમાં પહેલી ફરિયાદ દિલ્હી સરકારની વોટર ટેન્કર ગોટાળા પર રિપોર્ટને લઇને છે. તેમાં અનિયમિતતા અને 400 કરોડ રૂપિયાના નુકસાનનો ઉલ્લેખ છે. અમે તે તરફ તપાસ કરી રહ્યાં છીએ. જ્યારે બીજી ફરિયાદ વિજેન્દ્ર ગુપ્તાએ કરી છે. તેમાં દિલ્હી સરકાર પર આરોપ છે કે રિપોર્ટ છતાં ગોટાળા મામલે કોઇ કાર્યવાહી કરવામાં ન આવી.

જરૂર પડશે તો પૂછપરછ કરીશું
એસીબી ચીફે જણાવ્યું કે ભાજપના નેતાની ફરિયાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ છે. એમકે મીણાએ કહ્યું કે બંને ફરિયાદો પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેની પણ સાથે પૂછપરછ કરવાની જરૂર પડશે, અમે કરીશું. તમને જણાવી દઇએ કે વિજેન્દ્ર ગુપ્તાએ ઉપરાજ્યપાલ નજીબ જંગને પણ પત્ર લખીને અરવિંદ કેજરીવાલ પર 11 મહિના સુધી ફાઇલ દબાઇ રાખવાનો આરોપ લગાવ્યો છે.

You might also like